Business

ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતા સીઝ : રૂ.52 લાખ વસુલાયાં

વડોદરા : બરોડા ના પૂર્વ ક્રિકેટર મુનાફના બે બેન્ક ખાતા સીઝ રૂપિયા 52,00,000 ની રકમ વસૂલ લેવામાં આવી મૂળભરૂચના પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે જોડાઈને ક્રિકેટની કારકિર્ડી શરૂ કરનાર મુનાફ પટેલ નું નામ માલે તુંજારોમાં ગણવા લાગ્યું છે ક્રિકેટમાંથી તે ઘણી મોટી રકમ કમાય છે જોકે બદલામાં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી બરોડા ક્રિકેટ એસોસિયેશન ને ગૌરવ અપાવ્યું  છે પરંતુ નાણાકીય બાબતમાં તેના દ્વારા  રેરાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

જેના પગલે યુપી રેરા દ્વારા મુનાફપટેલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે તેના બે બેન્ક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે અને માહિતી મળી છે ત્યાં સુધી રૂપિયા 52 લાખની રકમ દ્વારા વસૂલ કરવામાં આવી છે અંગત સૂત્રો માટે મળતી માહિતી પ્રમાણે હજુ વધુ કાર્યવાહી થઈ શકે છે તેના બેંકના બે ખાતા જ્યારે ખોલવામાં આવશે ત્યારે તેમાંથી શું મળી આવે છે તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાત મિત્ર દ્વારા મુનાફ પટેલ નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ સતત આવ્યો હતો આ અંગે બિસીએના સેક્રેટરીનો સંપર્ક કાઢવામાં આવતા તેમને જણાવ્યું હતું કે મુનાફ પટેલ ના બાબત બી સી એ કોઈ રીતે સંકળાયેલું નથી સંપૂર્ણપણે આ મામલો મુનાફ પટેલનો અંગત છે.

ઉલ્લેખની છે કે મુનાફ પટેલ ક્રિકેટ ઉપરાંત અન્ય કેટલી કોમર્શિયલ કામગીરીમાં પણ જોડાયેલો છે યુપીમાં ગ્રેટર નોઈડા ખાતે બિલ્ડર કંપની નામે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ આવેલી છે આ કંપની દ્વારા કેટલીક યોજનાઓ પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર્સ  તરકે જવાબદારી સંભાળે છે.આ કંપની ના બિલ્ડરોએ નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી ન હતી જેથી તેના ગ્રાહકો દ્વારા રેરામાં રજૂઆત કરવામાં આવી હતી. તેના બદલે રેરા દ્વારા કંપનીના બિલ્ડરોનો સંપર્ક સાધીને તેઓને યોજના પૂર્ણ કરવા માટે વધુ સમય આપ્યો હતો પરંતુ તે કામગીરી પણ ન કરી શકતા અંદાજે તેના ગ્રાહકોની 10 કરોડની એક એવી કુલ 40 આરસી બાકી હતી.

જેની ચુકવણી તેઓ કરતા ન હતા જેથી ઉત્તર પ્રદેશ ભુ સંપદા વિનિયામક પ્રાધીકરણ એટલે કે રેરા દ્વારા કંપનીના ડિરેક્ટરો પાસેથી આ રકમ વસૂલ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એક્સિસ બેન્ક માં આવેલ મુનાફ પટેલના બે ખાતા સીઝ કરી દેવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ રૂપિયા 52 લાખની રકમ લેવામાં આવી હતી આ બાબતે હજુ કાર્યવાહી ચાલુ જ છે હજુ બીજા ઘટસ્ફોટ થાય તો આશ્ચર્ય નહીં ઉલ્લેખનીય છે કે ક્રિકેટરો ક્રિકેટમાંથી તોઅઢળક કમાણી કરે જ છે પરંતુ ભૂતકાળમાં કેટલાક ક્રિકેટરો મેચ ફિક્સિંગના કેસમાં પણ સપડાયા હતા જેમાંથી કેટલાક સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને બીસીસીઆઈ દ્વારા તેવા ક્રિકેટરોને મેચ રમવા પર પ્રતિબંધ મુકાયો હતો જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનનું છે.

Most Popular

To Top