Vadodara

સાવલી અથડામણનો ઉકેલ લાવો : જનતા

સાવલી: સાવલી નગરમાં શાળામાં ભણતા બાળકો વચ્ચે થયેલી મગજમારીના પગલે બે જૂથો વચ્ચે પથ્થર મારો થતા ત્રણથી ચાર ઈસમોને ઇજા થવા પામી છે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે સાવલી હાઇસ્કુલ સાવલીમાં ભણતા બે વિદ્યાર્થીઓના જૂથો વચ્ચે કોમી નારા મુદ્દે લાગણી દુભાતા   બોલાચાલી થઈ હતી તેના પગલે સમાજના આગેવાનો દ્વારા સમાધાન થઈ ગયું હતું પરંતુ આજે સાંજના સમયે બંને જૂથના ટોળા સામ સામે આવી જતા પથ્થરમારો થતાં વાતાવરણમાં ભારે તંગદિલી પ્રસરી હતી અને જાણવા મળ્યા પ્રમાણે ત્રણ થી ચાર ઈસમોને માથામાં ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ વધુ વણસે રે પહેલા અટકાવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો હાલ સમગ્ર નગરમાં અજંપા ભરી શાંતિ પ્રવૃત્તિ રહી છે સાવલી નગરના સાવલી હાઇસ્કુલ સાવલી વિસ્તારમાં બે જૂથો વચ્ચે તંગદિલી ફેલાઈ હતી અને ભારે કોમી ઉશ્કેરાટ ફેલાયો હતો જો કે પોલીસે ઘટના સ્થળે સમયસર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો જ્યારે છાશવારે નગરમાં થતા કોમી છમકલા પગલે નગરજનો અસામાજિક તત્વો વહેલી તકે જેર થાય તેવી માંગ ઉઠી છે જાણવા મળ્યા પ્રમાણે લુહાર જુનેદ  અને આસિફ સલીમ ભાઈ પઠાણ માથાના ભાગે ઇજા થતાં વડોદરા ખસેડવા માં આવ્યા છે. સાવલી નગરના તલાવડી વિસ્તાર ખાતે ગત રાત્રે ના સમયે શાળામાં બાળકોના ઝઘડાની અદાવત રાખીને મોડી રાત્રે થયેલ જૂથ અથડામણમાં સામસામે બંને જૂથો દ્વારા ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે 16 ઇસમો સામે નામ જોગ અને બીજા બંને પક્ષના 50 થી વધુ ના ટોળા સામે રાયોટીંગ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 

Most Popular

To Top