Sports

પહેલી વન ડે પૂર્વે રવિન્દ્ર જાડેજા ઘાયલ, પ્રથમ બે વન ડેમાંથી આઉટ

પોર્ટ ઓફ સ્પેન : ભારત (India)અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે અહીં પ્રથમ વન ડે (One Day) શરૂ થવા પહેલા ભારતીય ટીમનો સ્પીનર અને વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઘાયલ થયો હતો અને તેના કારણે તે પહેલી બે વન ડેમાંથી બહાર (Out) થઇ ગયો છે. બીસીસીઆઇ (BCCI) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી કે જાડેજાના જમણા ઘૂંટણમાં ઇજા થઇ છે અને તેના કારણે તે આજની અને સીરિઝની બીજી મેચમાં રમી શકશે નહીં. મેડિકલ ટીમ જાડેજાનું ધ્યાન રાખી રહી છે. ત્રીજી વન ડેમાં તે રમશે કે કેમ તે અંગેનો નિર્ણય મચ પહેલા કરવામાં આવશે. તેના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે, જ્યારે શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટન બનાવાયો છે.

વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને કોરોના થતાં પહેલી વન ડેમાંથી આઉટ
વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને કોરોના થયો હોવાથી તે પહેલી વન ડેમાં રમી શક્યો નહોતો. મેચ શરૂ થવા પહેલા ટોસ સમયે કેપ્ટન નિકોલસ પૂરને કહ્યું હતું કે હોલ્ડરને કોરોના થયો હોવાથી તેનો અંતિમ ઇલેવનમાં સમાવેશ કરાયો નથી. જો કે તેણે એ જણાવ્યું નહોતું કે હોલ્ડરને ક્યારે કોરોના થયો છે અને તે આ સીરિઝની બાકીની વન ડેમાં રમી શકશે કે નહીં, પણ એવું માનવામાં આવે છે કે તે સંભવત: ભારત સામેની વન ડે સીરિઝની ત્રણેય મેચમાં રમી શકશે નહીં. અને કદાચ તે ભારત સામેની પાંચ ટી-20 મેચથી પરત ફરશે.

Most Popular

To Top