Sports

એશિયાકપ-2022 પછી હોંગકોંગની ટીમ તરફથી વિરાટ કોહલીને મળી ખાસ ભેટ

નવી દિલ્હી: એશિયા કપ 2022માં (Asia Cup 2022 ) 31 ઓગસ્ટની સાંજે હોંગકોંગ (Hong Kong) સામેની મેચમાં (Match) કોહલીએ (Kohli) અડધી સદી ફટકારી હતી. ભૂતપૂર્વ કેપ્ટને ભારતની બીજી ગ્રુપ Aની રમતમાં તેની 31મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારી હતી. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મોટા સમાચાર હતા. તેણે 44 બોલમાં 59 રન બનાવ્યા જેમાં 3 સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. જ્યાં કિંગ કોહલીને ફુલ ફોર્મમાં પરત ફરતો જોઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ખુશ થયા હતા. તે જ સમયે સ્ટાર બેટ્સમેનને હોંગકોંગની ટીમ તરફથી એક હૃદયસ્પર્શી ભેટ પણ મળી, જે તેણે મેચ પછી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી.

કોહલી ભલે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના સર્વશ્રેષ્ઠ દેખાવમાં ન હોય, પરંતુ 33 વર્ષનો આ બેટર વિશ્વભરના ઘણા ઉભરતા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. આ વાતને ઘ્યાનમાં રાખી હોંગકોંગની ટીમે ભારતીય ક્રિકેટર કોહલી માટે હૃદયસ્પર્શી સંદેશ સાથે રાષ્ટ્રીય ટીમની જર્સી ભેટમાં આપી હતી. આ જર્સી પર લખવામાં આવ્યું છે કે “એક પેઢીને પ્રેરણા આપવા બદલ તમારો આભાર. અમે તમારી સાથે ઉભા છીએ. આગળ ઘણા અવિશ્વસનીય દિવસો છે. તાકાત સાથે, પ્રેમ સાથે, ટીમ હોંગકોંગ.”

હોંગકોંગ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 2 વિકેટે 192 રન બનાવ્યા હતા. કોહલીની ઇનિંગ્સ ખરેખર જોવા જેવી હતી. જણાવી દઈએ તે કોહલીએ 190 દિવસથી વધુ સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પચાસથી વધુનો સ્કોર બનાવ્યો. જો કે તેને ફોર્મમાં પાછા આવવામાં થોડો સમય લાગ્યો હતો, પરંતુ તેણે તેના પાર્ટનર સૂર્યકુમાર યાદવ સાથે શાનદાર પાર્ટનરશીપ બતાવી હતી. સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી.

જણાવી દઈએ કે બુધવારે રાત્રે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત એશિયા કપ 2022માં સુપર ફોરમાં સ્થાન મેળવનારી ગ્રુપ Aમાંથી પ્રથમ ટીમ બની હતી. સૂર્યકુમારે છેલ્લી સાત ઓવરમાં ઝડપી ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ 44 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ તેની 31મી T20 ઈન્ટરનેશનલ ફિફ્ટી હતી. ભારતીય ટીમે આખરે હોંગકોંગને 152/5 સુધી મર્યાદિત કરી રમતમાં 40 રનથી વિજય મેળવ્યો હતો.

Most Popular

To Top