uncategorized

જાહેર સ્થળો પર ગંદુ કામ કરી રહેલી ત્રણ મહિલા અને બે પુરૂષોને કોર્ટે આપી આ આકરી સજા

UP:યુપી પોલીસે ચાર વર્ષ પહેલા મુઝફ્ફરનગર (Muzaffarnagar news) ના નવી મંડી વિસ્તારમાંથી પાંચ લોકોને ધરપકડ કરી હતી. ત્રણ મહિલાઓ અને બે પુરુષો ઉપર જાહેર સ્થળે અશ્લીલ કૃત્યનો આરોપ (Obscene act in any public place) મૂકાયો હતો. મુઝફ્ફરનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, કોર્ટે એક મહિલાને દોષી ઠેરવી અને તેને સજા સંભળાવી છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની ACJM -1 કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો યુપી પોલીસની પેટ્રોલિંગ કરી રહેલી ટીમે ત્રણ મહિલા અને બે પુરુષોને પકડ્યા હતા. પાંચેયને જામીન પર છોડવામાં આવ્યા હતા પરંતુ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો. મહિલાનો કેસ અલગ હતો અને અન્ય ચાર લોકોનો કેસ અલગથી ચાલતો હતો. અહીંની કોર્ટે 30 વર્ષીય મહિલાને જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય માટે દોષી જાહેર કરી છે. કોર્ટે મહિલાને બે દિવસ જેલ અને 5000 રૂપિયા દંડની સજા ફટકારી છે. સંભવત: આ પહેલી ઘટના છે જ્યારે કોઈ મહિલાને આ પ્રકારના કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવી છે.

આ કેસ ચાર વર્ષ પહેલાનો છે. 26 સપ્ટેમ્બર, 2016 ના રોજ પોલીસે મહિલા અને તેના ચાર મિત્રો વિરુદ્ધ આઈપીસીની કલમ 294 (કોઈપણ જાહેર સ્થળે અભદ્ર કૃત્ય) હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહિલા સહિતના તેમના ચારેય મિત્રો નવી મંડી વિસ્તારમાં અયોગ્ય રીતે એકબીજાને સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

અન્ય ચાર સામે ચાલી રહેલા કેસ
આ કેસમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અન્ય ચાર લોકોમાં બે મહિલાઓ અને બે પુરુષો શામેલ છે. તેમનો કેસ અલગથી ચાલી રહ્યો છે, જ્યારે મહિલાના કેસમાં સુનાવણી પૂર્ણ થઈ છે. મહિલાને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે (એસીજેએમ) 5,000 હજાર રૂપિયા દંડ સાથે બે દિવસની જેલની સજા સંભળાવી હતી.

દંડ ભરવા બદલ 7 દિવસ જેલમાં વિતાવવા પડશે
ફરિયાદી વકીલ રામ અવતારસિંહે કહ્યું કે આ આદેશ એસીજેએમ (1) કોર્ટે આપ્યો છે. જો મહિલા દંડ ભરવા માટે સક્ષમ નહીં હોય, તો તેણે સાત દિવસ જેલમાં પસાર કરવા પડશે. “સબ ઈન્સ્પેક્ટર બાલેન્દર સિંઘ અને કેટલાક પોલીસ કોન્સ્ટેબલો પેટ્રોલિંગ પર નીકળ્યા ત્યારે તેઓએ બે મહિલાઓ સહિત પાંચ શખ્સોને અશ્લીલ કૃત્ય કરતા પકડ્યા.”

ન્યાયાલયનો હુકમ
ખોટો નિર્ણય .. પોલીસને વસૂલી કરવા માટે નવું શસ્ત્ર મળ્યું છે. કોઈપણ દંપતીને પકડશે અને કેસની ધમકી આપી વસૂલી કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top