National

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 18 જિલ્લાઓમાં રમત-ગમતના મેદાન માટે એકપણ રૂપિયો ફાળવાયો નથી

GANDHINAGAR : ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ જેવા રૂપાળા નામ સાથે રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવમાં રમત ગમતના મેદાન માટે છેલ્લા બે વર્ષમાં રાજ્યના 18 જિલ્લાઓમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. તેવું ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ ( CONGRESS) ના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવાયું છે. વર્ષ 2019 અને વર્ષ 2020માં રાજ્યના 18 જિલ્લાઓ કચ્છ, પાટણ, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, સુરત, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, નવસારી અને વલસાડમાં રમતગમતના મેદાન માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી.

રાજ્યની આરટીઓ કચેરી ( RTO OFFICE) માં 989 જગ્યાઓ ખાલી છે. રાજ્યની આરટીઓ કચેરીમાં 989 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે 1203 જગ્યાઓ ભરાયેલી છે. આમ આરટીઓ કચેરીમાં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના લેખિત જવાબમાં વાહન વ્યવહાર મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવસારી જિલ્લામાં ભરાયેલી જગ્યા 24 છે. જ્યારે 14 જગ્યાઓ ખાલી છે. સુરત જિલ્લામાં ભરાયેલી જગ્યાઓ 93 છે. જ્યારે 83 જગ્યાઓ ખાલી છે. નર્મદા જિલ્લામાં 15 જગ્યાઓ ભરેલી છે. જ્યારે 10 જગ્યાઓ ખાલી છે. આમ રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં 989 જગ્યાઓ ખાલી છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ( CONGRESS) સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં બે વર્ષમાં ખેડૂતોએ ટ્રેકટર સહાય મેળવવા માટેની 1,35,488 અરજી કરી હતી. તે પૈકી માત્ર 40 ટકા અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. જ્યારે 40 ટકા જેટલી અરજીઓ વિવિધ કારણોસર નામંજુર કરવામાં આવી છે. જ્યારે 27,624 અરજીઓ હજુ પડતર છે.સુરત જિલ્લામાં 2,670 ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જે પૈકી 1036 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, અને 1505 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. જ્યારે 129 અરજીઓ પડતર છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બે ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે, તેવું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સહકાર મંત્રી મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યમાં 227 સહકારી એપીએમસી અને 30 એપીએમસી આવેલી છે, તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા એક પણ સહકારી એપીએમસીને મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ બે ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે. જે બે ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે, તેમાં એક કચ્છ જિલ્લામાં અને બીજી અમદાવાદ જિલ્લામાં આપવામાં આવી છે.

વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મેટ્રિક ટન મગફળી રૂા.૧૧૦૦ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.ચાર હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુક્ત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ ૧ લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૧૯ દરમિયાન અંદાજિત કુલ ૬૬.૫૫ લાખ પાઉચ તેમજ વર્ષ દરમિયાન ૭૫.૩૦ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top