National

ભારતમાં કોરોના રોકવા માટે આ કારણસર કેન્દ્ર બુધવારના રોજ બેઠક બોલાવશે

નવી દિલ્હી: ચીનમાં કોરોનાના વધતા કેસોને જોતા ભારત સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ ચીનમાંથી સામે આવી રહેલા કોરોનાના આંકડાને જોતાં બુધવારના રોજ સ્વાસ્થ્ય મત્રી મનસુખ માંડવિયા કોરોના અંગે એક સમીક્ષા બેઠક બોલાવશે. આ ઉપરાંત કોરોનાના નવા વેરિયન્ટ તેમજ તેના બદલાતા સ્વરૂપ અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી જાણકારી મળી આવી છે.

જણાવી દઈએ કે જે રીતે ચીનમાં ફરીવાર કોરોનાના કેસોમાં મોટા પ્રમાણમાં વઘારો થઈ રહ્યો છે. આ સાથે ધણાં નિષ્ણાંતોએ ચોંકાવે એવી ધારણા પણ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોની ઝપેટમાં આવી શકે છે. જો કે ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ તેમજ અમેરિકા જેવા શહેરોમાં પણ કોરોનાના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. બુધવારના રોજ બોલાવવામાં આવેલી બેઠકમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ તમામ મોટા મોટા ઓફિસરો પણ સામેલ થશે. અહેવાલ મુજબ આયુષ વિભાગના આરોગ્ય સચિવ બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, બાયોટેક્નોલોજી વિભાગ, ICMRના મહાનિર્દેશક રાજીવ બહેલ, નીતિ આયોગના સભ્ય વીકે પોલ, NTAGIના અધ્યક્ષ એનએલ અરોરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સામેલ થશે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલવા કહ્યું છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારત તેની પાંચ-સ્તરીય રણનિતી જેમ કે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, રસી અને કોવિડ માટે જરુરી સારવારની મદદથી કોરોનાના ફેલાવાને રોકવામાં સુધી સફળ રહ્યું છે. હાલમાં દેશમાં દર અઠવાડિયે કોરોનાના લગભગ 1200 કેસ આવી રહ્યા છે. રાજેશ ભૂષણે કહ્યું કે વિશ્વમાં કોરોનાને લઈને હજુ પણ પડકારો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં દર અઠવાડિયે કોરોનાના 35 લાખ કેસ આવી રહ્યા છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, કોરિયા રિપબ્લિક, બ્રાઝિલ અને ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલા વધારાને જોતા ભારતમાં કોરોનાના તમામ પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. જેથી નવા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય તેમજ તેને આગળ વધતો અટકાવી શકાય.

Most Popular

To Top