Business

ચેમ્બરનો દુબઇ ટેક્સટાઇલ એક્સપો છેલ્લા દિવસે વિવાદમાં, વિડીયો વાયરલ થતાં પ્રમુખે આપ્યો આ ખુલાસો

સુરત : (Surat) દુબઇની (Dubai) કાઉન્ટ પેલેસ હોટલમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપની દ્વારા આયોજીત ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપોમાં (Indian Textile Expo) સુરતથી 25 એક્ઝિબિટર્સે ભાગ લીધો હતો. સુરતના રેડીમેઇડ ગારમેન્ટ્, જીન્સ, સુરતની સાડીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. દુબઇમાં સુરતના એક્ઝિબિટર્સને (Exhibitors) પાંચ ગણા ભાવ મળ્યા હતા. જોકે આજે છેલ્લા દિવસે એક્ઝિબિશન 15 મિનીટ મોડુ ખુલ્યું હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) કોઇકે વાયરલ (Viral) કરતા વિવાદ (Controversy) ઉભો થયો હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા ઇવેન્ટ કંપનીને નાણા નહીં ચૂકવ્યા હોવાથી સુરતના એક્ઝિબિટર્સ અટવાયા હોવાની વાતને લઇ ચેમ્બર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને અને એક્ઝિબિટર્સને કોઇ મુશ્કેલી નહીં પડી હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું.

  • જોકે છેલ્લા દિવસે એક્ઝીબીશન 15 મિનીટ મોડુ પડતા કોઇકે વિડીયો વાયરલ કર્યો
  • વિડીયોને ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ નકાર્યો
  • દુબઇના એક્સપોમાં સુરતના વેપારીઓને સારો બિઝનેસ મળ્યો

દુબઇ ખાતે ‘ઇન્ડિયન ટેકસટાઇલ એકસ્પો’માં ભાગ લેનારા આકાશ ભાદાણીએ જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. આ એક્ઝિબિશનમાં તેમને ઘણી ઇન્કવાયરી મળી હતી. બીજા એક એક્ઝિબિટરર્સ પ્રિયાંક પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં તેમની રેડીમેડ ગારમેન્ટની બુટિક છે. દુબઇમાં જે હોલસેલર અને ઇમ્પોર્ટરને તેમનું ફેબ્રિક સપ્લાય થતું હતું. એવા વેપારીઓ સાથે દુબઇમાં એક્ઝિબિશન થકી સીધો સંપર્ક થયો હતો.

ચેમ્બર ઓફ કોમર્સને બદનામ કરવાનો પ્રયાસ થયો છે : આશીષ ગુજરાતી
ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની કાઉન્ટ પેલેસ હોટલમાં યોજાયેલા એક્ઝિબિશનમાં રવિવાર 13 માર્ચે છેલ્લો દિવસ હતો. દરમિયાન ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સ્પો 15 મિનીટ મોટો શરૂ થતા કોઇકે તેનો વીડિયો બનાવી ચેમ્બરને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતને ચેમ્બરે નકારી હતી. ચેમ્બર દ્વારા દિલ્હીની ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીને ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ પૂરેપૂરા રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે અને હવે કોઇ રૂપિયા ચૂકવવાના થતા નથી. રૂપિયા મળ્યા બાદ જ ઇવેન્ટ કંપનીએ પણ દુબઇ ખાતે હોટેલમાં સમગ્ર એક્ઝિબિશન અને એક્ઝિબિટર્સ માટે રહેવા સહિતની તમામ વ્યવસ્થા ગોઠવી હતી.

Most Popular

To Top