SURAT

સુરતમાં ડોક્ટરે ચેકઅપના બહાને મહિલા દર્દીના આ અંગ પર હાથ ફેરવ્યો

સુરત: તબીબને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ ક્યારેક તબીબો રાક્ષસ જેવું કૃત્ય કરી સમગ્ર પ્રોફેશનને બદનામ કરી મુકતા હોય છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે. અહીંના ઉન વિસ્તારના એક ક્લીનકમાં પેટના દુ:ખાવાની ફરિયાદ લઈને પહોંચેલી મહિલા દર્દીના ચેકઅપના બહાને પુરુષ તબીબે અણછાજતી હરકત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

  • સુરતના ઉન ગભેણી વિસ્તારની સમ્સ હોસ્પિટલના તબીબની શરમજનક હરકત
  • મહિલા દર્દીના પેટના દુ:ખાવાનું ચેકઅપ કરતી વખતે નીચેના ભાગે હાથ ફેરવ્યો
  • મહિલા દર્દીએ ફરિયાદ કરતા સચીન જીઆઈડીસી પોલીસે તબીબની ધરપકડ કરી

ઉન ખાતે આવેલા એક ક્લિનિકમાં મહિલા દર્દી સાથે ડોક્ટરે તપાસ કરતી વેળા શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે ડોક્ટર વિરુદ્ધ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ડોક્ટરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરી દીધા છે.

આ ઘટના ગઈ તા. 1 ફેબ્રુઆરીના રોજ બની હતી. એક મહિલા દર્દી પોતાના પેટમાં દુ:ખાવો થતો હોય તે તકલીફ સાથે સારવાર કરાવવા ઉનના ગભેણી રોડ ખાતે આવેલી સમ્સ કલીનિકમાં ગઈ હતી. ક્લીનકમાં મકસુદ નામના ડોકટરે તેને તપાસી હતી. ભોગ બનનારે મહિલા દર્દીએ ડો. મકસુદ સામે ફરિયાદ આપતા જણાવ્યું હતુ કે ડો. મકસુદએ તેણીને તપાસી રહ્યા હતા ત્યારે શારીરિક અડપલા કર્યા હતા. સચિન જીઆઇડીસી પોલીસે મહિલા દર્દીની ફરિયાદ લઇ ડો. મકસુદ સામે છેડતીનો ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી શરૂ કરી હતી.

ઉનની અર્શ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ બે દિવસ અગાઉ મહિલાની છેડતીની ફરિયાદ નોંધાઈ હતી
બે દિવસ અગાઉ ઉનની બીજી એક હોસ્પિટલના તબીબી વિરુદ્ધ પણ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. સુરતના સચીન GIDC વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતાના પતિને બે મહિનાથી પીઠમાં દુખાવો થતો હતો. આથી પરિણીતા પતિને 30મી જાન્યુઆરીએ સારવાર માટે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં તેના પતિ એડમિટ કરાયો હતો. 4 ફેબ્રુઆરીએ મહિલાના પતિને રજા આપી દેવાઇ હતી. 5 તારીખે ફરી દુખાવો થતા મહિલા પતિને 6 તારીખે અર્શ હોસ્પિટલમાં લાવી હતી. પતિની સારવાર બરાબર ન કરવાના મુદ્દે મહિલાએ તબીબ સાથે માથાકુટ કરી હતી.

Most Popular

To Top