Entertainment

મોટા પડદા ઉપર પોતાના ફની ડાયલોગ્સથી હસાવનાર એકટર સતીશ કૌશિકની છેલ્લી યાદગીરી જાણો શું છે

નવી દિલ્હી: લોકોના ચહેરા ઉપર સ્મિત લઈ આવનારા એ કલાકાર કોઈના માટે ઈન્સપિરેશન પણ હતા. સતીશ કૌશિક બોલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીના એ કલાકાર છે જેણે પોતાના અભિનયથી પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેઓને જોતા જ લોકોના ચહેરા ઉપર સ્મિત આવી જાય તેવું તેમનુ કેરેકટર હતું. બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકને કોમેડી કિંગ (Comedy King) પણ કહેવામાં આવે છે. તેમણે મોટા પડદા પર પોતાના ફની ડાયલોગ્સથી દર્શકોને ખૂબ હસાવ્યા છે.  જો કે આજે આ કલાકાર આપણી વચ્ચે નથી રહ્યાં. જણાવી દઈએ કે સતીશ કૌશિકે 66 વર્ષની વયે ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા હતાં.

સતીશ કૌશિકનો જન્મ અને તેઓનું કરિયર
સતીશ કૌશિકની વાત કરીએ તો 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં તેમનો જન્મ થયો હતો. કૌશિકે દિલ્હીની ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ તથા પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. 1983માં આવેલી કુંદન શાહની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેમણે અનીલ કપૂર સાથેની ‘વો સાત દિન’, શેખર કપૂરની ‘માસૂમ’ અને શ્યામ બેનેગલની ‘મંડી’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 1990માં આવેલી સુભાષ ઘઈની ફિલ્મ ‘રામ-લખન’ અને 1997ની ગોવિંદા સાથેની ડેવિડ ધવનની ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે કૌશિકને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો

અભિનેતા તરીકે ‘મિ. ઇન્ડિયા’, ‘સ્વર્ગ’, ‘જમાઈ રાજા’, ‘સાજન ચલે સસુરાલ’, ‘દીવાના મસ્તાના’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘હદ કર દી આપને’, ‘દુલ્હન હમ લે જાયેંગે’ જેવી ફિલ્મોમાં તેઓએ કામ કર્યું હતું. આ ઉપરાંત સતીષે 1993માં અનિલ કપૂર અને શ્રીદેવી સાથે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ડિરેક્ટ કરી હતી, જે સુપરફ્લોપ રહી હતી. લોકોને આ ફિલ્મ પસંદ આવી ન હતી. આ પછી તેમણે ‘હમ આપકે દિલ મે રહતે હૈ’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘મુઝે કુછ કહના હૈ’, ‘તેરે નામ’, ‘કાગઝ’ જેવી ફિલ્મો બનાવી હતી. જાણકારી મુજબ તેઓ કાગઝ-2 ફિલ્મમાં પણ જોવા મળશે. તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ રિલિઝ થાય તેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ તેઓના હ્રદયની ધણી નજીક છે.

સતીશ કૌશિકની છેલ્લી યાદગીરી
કૌશિક છેલ્લે તેઓ સ્વર્ગવાસી રિશિ કપૂર સાથેની ફિલ્મ ‘શર્માજી નમકીન’માં જોવા મળ્યાં હતા. આ ઉપરાંત તેઓ અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘થાર’તેમજ નુસરત ભરૂચાની ફિલ્મ ‘છત્રીવાલી’માં જેવા મળ્યા હતા. તેમની કંગના રણૌત અભિનીત પિરિયડ ફિલ્મ ‘ઇમર્જન્સી’ હજુ રિલીઝ થવાની બાકી છે, જેમાં તેમણે ‘બાબુ જગજીવન રામ’ની ભૂમિકા ભજવી છે. આ કૌશિશની છેલ્લી ફિલ્મ હતી. ત્રણ વર્ષ પહેલાં આવેલી પ્રતીક ગાંધીની ‘સ્કેમ 1992’માં પણ તેમનો અભિનય વખણાયો હતો. આવનારા દિવસોમાં તેઓ રાજ એન્ડ ડીકે દ્વારા બનાવાઈ રહેલી સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં જોવા મળશે. જે હવે તેમની છેલ્લી યાદગીરીઓ બનીને રહેશે.

Most Popular

To Top