પ્રજાસત્તાકદિન 26મી જાન્યુઆરી આવી અને ગઈ. સૌએ ભીનો ભીનો આવકાર આપ્યો. ધ્વજવંદન તથા તોરણો બંધાયાં અને પ્રવચન થયાં પરંતુ જે વાતાવરણ જોઈએ તેવું ન હતું. આઝાદીનાં ફળ ચાખવા ગમે છે એટલે આપણે ધીમે ધીમે આઝાદીને વિસરતાં જઈએ છીએ. વર્ષોથી આપણા પર જુલમ કરતી ગુલામી સાથે રહેતા આઝાદી માટે જે કરવું જોઈતું હતું તે ન થયું. જે ભાવના આઝાદીની હતી તે ભાવના હવે આપણે નવી પેઢીમાં જગાડવી પડશે. સ્વતંત્રતા આઝાદીનો માહોલ પેદા કરવામાં ફિલ્મોનો ફાળો વધારે છે.
આઝાદી મળી તે સમયમાં લગભગ દરેક ફિલ્મમાં એક ગીત તો સ્વતંત્રતાનું હોય જ અને નૃત્ય પણ હોય પણ હવે એ ખાસ જોવા મળતું નથી. એટલે ફિલ્મોએ પણ આઝાદીની જાગૃતિ માટે માધ્યમ બનવું જરૂરી છે. સ્વાતંત્ર્ય દિને પ્રભાતફેરીમાં શૌર્યગીતો ગવાવાં જોઈએ. મહોલ્લામાં જો કે થોડા સમયથી દરેક ઘર પર ત્રિરંગો લહેરાવવામાં આવે છે એ ઘણી સારી વાત કહેવાય. સેવાભાવી સંસ્થાઓમાં દેશપ્રેમને લગતાં પ્રવચનો થવાં જોઈએ. જેથી લોકોમાં ભૂલાયેલી આઝાદીની વાતો યાદ આવે. સ્વતંત્રતા હજી પણ ખરી જ પણ તેને મજબૂત બનાવવી પડશે અને તે માટે દરેક વ્યક્તિએ દેશપ્રેમી બનવું જ પડશે.
સુરત – રેખા એન. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આ ફેબ્રુઆરી મહિનામાં દરેક વારને ચાર-ચાર દિવસ મળે છે
2026નું વર્ષ ‘લીપ યર’ નથી. એટલે આ વર્ષના ફેબ્રુઆરી મહિનાને 28 દિવસ છે. 1 લી તારીખ રવિવારથી શરૂ થાય છે. અને છેલ્લી 28 તારીખ, અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શનિવારે આવે છે. દરેક વારને ચાર દિવસ મળે છે. દરેક અઠવાડિયું રવિવારથી શરૂ થઈને શનિવારે પૂરું થાય છે. કેટલાંક વર્ષો પૂર્વે, કોઈ એક વર્ષના ફેબ્રુઆરીમાં આ જ રીતે રવિવારે 1 લી તારીખ આવેલી અને 28મી તારીખે શનિવાર હતો. આમ આ 2026નો ફેબ્રુઆરી, કાંઈક અલગ ભાત પાડે છે. દરેક અઠવાડિયું રવિવારથી શરૂ થઈને શનિવારે પૂરું થાય છે. હવે કેટલાંક વર્ષો પછી પણ કોઈક વર્ષોનો ફેબ્રુઆરી આ વખતના ફેબ્રુઆરી મહિનાની જેમ સમાન હશે.
કતારગામ, સુરત – બાબુભાઈ નાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે