Madhya Gujarat

ચારૂસેટ દ્વારા સ્ટાર્ટ અપ ફાઉન્ડર સાથે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરાયાં

આણંદ: ચાંગા સ્થિત ચારુસેટ ખાતે ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ લેવલની સી.આઈ.વી.એફ સ્ટાર્ટ અપ મીટ યોજાઇ હતી. જેમાં 45 સ્ટાર્ટ અપના ફાઉન્ડર- કો ફાઉન્ડર્સ અને 13 મેન્ટર્સ સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ લેવલની સી.આઈ.વી.એફ સ્ટાર્ટ અપ મીટ યોજાઇ હતી. જેમાં 45 સ્ટાર્ટ અપના ફાઉન્ડર- કો ફાઉન્ડર્સ અને 13 કંપની સત્તાવાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિવિધ સ્ટાર્ટ અપ ફાઉન્ડર સાથે એક્સીલરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સી.આઈ.વી.એફના ચેરમેન ઓફ બોર્ડ ઓફ ડિરેકટર્સ ડો. આર. વી. ઉપાધ્યાય, સી.આઈ.વી.એફના ડિરેક્ટર મધુબેન પટેલ, જયંતભાઈ પટેલ, કેળવણી મંડળના જોઈન્ટ સેક્રેટરી અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને સી.આઈ.વી.એફના ડિરેક્ટર ડો. અતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડિરેક્ટરોના હસ્તે સ્ટાર્ટ અપને રેકગ્નિસન લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડિરેક્ટરોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સીઆઈવીએફના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મીટ સફળતાપૂર્વક પૂરી થઈ હતી.

આ પ્રસંગે એનડીડીબી કંપનીના સત્તાવાળાઓ એગ્રીકલ્ચર અને લાઈવ સ્ટોક સેક્ટરના સ્ટાર્ટ અપને માર્કેટ એક્સેસ આપવા માટે હાજર રહ્યા હતા. જ્યારે એચડીએફસીના સીએસઆર ફંડ એલોકેટર્સ સોશિયલ ઇમ્પેક્ટ સ્ટાર્ટ અપને પ્રમોટ કરવા હાજર રહ્યા હતા. બાદ મહેમાનોને કેમ્પસ વિઝીટ કરાવવામાં આવી હતી. રિફ્રેશમેન્ટ પછી આભારવિધિ કરવામાં આવી હતી અને વિદાય આપવામાં આવી હતી. આ મીટના આયોજનને સફળ બનાવવા માટે ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્યો ડો. મિત્તલ દેસાઇ, ડો. જૈમિન ઊંડાવિયા, ડો. અશ્વિન મકવાણા, ડો. પ્રમોદ પટેલ, માધવ ઓઝા, કૃતેન પટેલ, હરિભાઇ પટેલ, નીશી પુરોહિત, જયશ્રી મહેતા, ડો. વંદના ઠાકુર, વિપુલ ભટ્ટ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Most Popular

To Top