Business

ચહલપહલ

અનુષ્કા શર્મા હવે મહિલા ટીમની કેપ્ટન બની

એવું લાગે છે કે ધીરે ધીરે બધા જ મહત્વના ક્રિકેટરો ફિલ્મના પાત્ર તરીકેની ઇિનંગ્સ મરવા પાછા ફરશે. આમાં આજ સુધી પુરુષ ક્રિકેટરો જ હતા હવે મહિલા ક્રિકેટરો પણ શામિલ થઇ રહ્યા છે. તાપસી પન્નુ મિથાલી રાજ તરીકે આવી રહી છે ને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ‘ચકદે એકસપ્રેસ’ નામની ફિલ્મમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન રહેલી ઝૂલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. નેટ ફલિકસ પર રજૂ થનારી આ ફિલ્મમાં બીજા કોણ કોણ ભૂમિકા ભજવશે તે નકકી થવું બાકી છે.

‘સિંઘમ-3’ જોવા તૈયાર રહેજો, રોહિત શેટ્ટી-અજય દેવગણે તૈયારી કરી લીધી છે

રોહિત શેટ્ટી અને અજય દેવગણ ‘િસંઘમ’નો પીછો છોડવા માંગતા નથી કારણકે તે બોકસ ઓફિસ પર ધારેલી ડયુટી બજાવે છે. ‘સૂર્યવંશી’માં પણ સિંઘમ હાજર હતો પણ હવે ‘સિંઘમ-3’ રૂપે સિકવલ બનશે. આર્ટિકલ ૩૭૦ ને કેન્દ્રમાં રાખી સિંઘમ કાર્યવાહી કરતો જણાશે. આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસે રજૂ કરવાની અજય દેવગણ અને રોહિત શેટ્ટીની યોજના છે. હજુ રોહિતે નકકી નથી કર્યુ આ ફિલ્મમાં વિલન કોણ અને હીરોઇન કોણ હશે. પણ ‘સિંઘમ-3’ બનવી નકકી છે.

અક્ષયને લાગી ભગવાન બનવાની ધૂન

‘ઓહ માય ગોડ’ ખૂબ સફળ રહેલી એટલે અક્ષયકુમારે તેની સિકવલ લગભગ પુરી કરી દીધી છે. ‘ઓએમજી’ માં તે કૃષ્ણ હતો પણ ‘ઓએમજી-2’ માં શિવ બન્યો છે. આ સિકવલનું દિગ્દર્શન ઉમેશ શુકલએ નથી કર્યું કે જે પહેલી ફિલ્મનો દિગ્દર્શક હતો. આ વખતે અમિત રાય તેનો દિગ્દર્શક છે. જે આ પહેલાં ‘રોડ ટુ સંગમ’ નું દિગ્દર્શન કરી ચુકયો છે. ‘ઓહ માય ગોડ-2’ માં અક્ષયકુમાર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ, યામી ગાૈતમ કામ કરી રહ્યા છે. મતલબ કે પરેશ રાવલ, મિથુન ચક્રવર્તી વગેરેને બાજુ પર કરી દેવાય છે – ઓહ માય ગોડ!

Most Popular

To Top