Business

એરટેલ 4Gની શાશાના સિગ્નલ ‘રાધેશ્યામ’માં પકડાશે

એરટેલ ફોર જી ની જાહેરાતમાં જેને  તમે વારંવાર જોઇ છે તે શશા છે. હવે મોડલીંગથી આગળ વધી રહી છે. તમે તેને હવે ‘રાધે શ્યામ’ ફિલ્મમાં જોશો. સાડા ત્રણસો કરોડના બજેટથી આ ફિલ્મમાં પ્રભાસ, પૂજા હેગડે સાથે શશા પણ છે. મૂળ દહેરાદૂનની શશા ઘણાં વર્ષથી મુંબઇમાં જ છે. ટી.વી. એડમાં એકદમ એનર્જીથી ભરેલી દેખાતી શશા એડથી જ જાણીતી થઇ. તેણે કોપીરાઇટર તરીકે પણ કામ કર્યું છે અને ‘કટ્ટી બટ્ટી’ માં નાની ભૂમિકા પણ ભજવી હતી. તે પોતાને અભિનેત્રી માનવા ઉપરાંત ગાયિકા પણ માને છે ને ભવિષ્યમાં પોતાનું આલબમ પ્રગટ કરવા ચાહે છે. ફિલ્મોમાં તેની કારકિર્દીનો જસ્ટ આરંભ છે. ‘રાધે શ્યામ’ પહેલાં તે ‘ઓપરેશન ગોલ્ડ ફીશ’ માં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. પણ ‘રાધે શ્યામ’ વધારે ખાસ છે કારણ કે તે ફકત હિન્દીમાં જ નથી રજૂ થવાની અને મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરી રહી છે. શશાનું નિકનેમ રિક્ષા રાની છે. મુંબઇથી તેણે એડવર્ટાઇઝીંગમાં જ ગ્રેજયુએશન કર્યું છે અને એરટેલ સિવાય સનફિસ્ટ બિસ્કીટની એડમાં પણ આવી ચૂકી છે. શશા એડમાં વધુ કામ કરવા નથી માંગતી અને ટી.વી. સિરીયલ પણ તેની પસંદગી નથી. તે અત્યારે ‘ફાઇન્ડિંગ ફેની’ના દિગ્દર્શક સચિન ગુપ્તા સાથે ડેટ કરી રહી છે અને તે આ વાત છૂપાવતી પણ નથી. પણ તે તો આખર અંગત બાબત છે ને તેને વધુ મહત્ત્વની  બાબત અભિનયની કારકિર્દી અંગેની લાગે છે.  ‘રાધે શ્યામ’ જ કહેશે કે હવે તે કયાં છે.

Most Popular

To Top