SURAT

સુરતમાં પણ મ્યુકોર્માઇકોસિસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે : ડો.ચિરાગ છતવાણી

સુરત (Surat)માં પણ કોરોના (corona)માંથી સાજા થઈ ગયેલા દર્દીઓ (patients)માં ખાસ કરીને ડયાબિટિશવાળા લોકોમાં કાળી ફૂગ (black fungus)થી થતો આ રોગ ચિંતાજનક રીતે વધી રહ્યો હોવાનું શહેરના જાણીતા ચેપી રોગના નિષ્ણાત ડૉ. ચિરાગ છતવાણીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કોરોનાની પહેલી લહેર બાદ પણ પણા રોગે દેખા દીધી હતી પણ બીજી લહેર (second wave)માં એનું પ્રમાણ ચિંતાજનક છે. જાણે ભાગ્યે જ થતાં આ રોગની કોરોનાની જેમ લહેર આવી હોય. શહેરના ઈએનટી સર્જનો દરેક રોજની ચાર-પાંચ સર્જરીઓ આ રોગીઓની કરી રહ્યા હોવાનો અંદાજ છે.

આ બીમારી બહુ ખરાબ છે અને ડિફોર્મિટી આવી શકે
તેમણે કહ્યું કે આ ફૂગ પણ નાક વડે જ શરીરમાં દાખલ થઈને ઉત્પાત મચાવે છે અને કેન્સરની જેમ ઝડપથી ફેલાઇ જાય છે. આંખમાં ઘૂસે તો આંખ કાઢવી પડે છે અને મગજમાં ઘૂસી જાય તો દર્દીનો જીવ બચાવવાનું મુશ્કેલ થઈ જાય છે. આનો મોર્ટાલિટી રેટ (mortality rate) પણ હાઇ છે અને મગજમાં ઘૂસે તો 50% દર્દીઓ જ બચી શકે છે. સાયનસ, આંખ, ગાલ જેવા ભાગોને અસરગ્રસ્ત કરતા એ સર્જરી કરીને કાઢી નાખવા પડે છે એટલે કદરૂપતા- ડિફોર્મિટી (deformity)ને નોંતરે છે અને વ્યક્તિ સામાન્ય થઈ શકતો નથી.

આની સારવાર પણ અત્યંત ખર્ચાળ છે, રોજના 10થી 40000
ડૉ. છતવાણી કહે છે કે કોરોનાની સારવારના બિલ પણ લાખોમાં પહોંચે છે અને એમાંથી સાજા થયેલા ઘણાં દર્દીઓમાં બે ત્રણ સપ્તાહમાં આ રોગ દેખાય છે. એમાં સર્જરી તો અનિવાર્ય છે એટલે એનો નો તો ખર્ચ ખરો જ સાથે રોજના મોંઘા ઇંજેક્શનો ત્યારબાદ બેથી ત્રણ સપ્તાહ સુધી લેવા પડે છે. મોટા ભાગના લોકોને એની સારવાર પરવડે એમ નથી. સુરતમાં એના ઇન્જેક્શનની પણ ખેંચ વર્તાઇ રહી છે એ બતાવે છે કે આ રોગ પણ ઝડપથી વધી રહ્યો છે. 21 દિવસની સારવાર પાછળ રોજના 10થી 40000 સુધીનો ખર્ચ થઈ શકે છે.

કોને થાય? કેવી રીતે ખબર પડે?
ડૉ. છતવાણીએ કહ્યું કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે. તાવ, સખત માથાનો દુ:ખાવો, આંખો પર સોજો, આંખ કે કાનમાંથી વાસ મારતુમારતું પ્રવાહી ઝરપવું, નાકમાંથી લોહી પડવું, આંખનો દુ:ખાવો કે ક્યારેક મોંઢામાં ચાંદુ જેવા પણ એના લક્ષણો છે. જો આ લક્ષણો દેખાય તો તરત ઇએનટી તબીબનો સંપર્ક કરવો. નાકના પોલાણમાં મ્યુકોસા વડે એ એન્ટર થાય છે. સામાન્ય રીતે અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિશના પેશન્ટ, કેન્સર-કિડનીના દર્દીઓ, ઇમ્યુનિટીની ઉણપ કૉમ્પ્રોમાઇઝ્ડ હોય એવા દર્દીઓમાં દેખાય છે. જો કે હાલમાં કોરોનામાંથી સાજા થયેલા 30 વર્ષના યુવકનો કેસ મારી પાસે આવ્યો જેને સુગર ન હોવા છતાં આ રોગ થયો. આ બહુ ખરાબ સ્થિતિ કહેવાય. અલબત્ત આ રોગ ચેપી નથી. એનું નિદાન બાયોપ્સીથી થાય છે. સિટી સ્કેનમાં પણ ખબર પડે છે. કોરોના પહેલાં પણ આ બીમારીના મહિને બે મહિને કેસ આવતા, પણ કોરોના બાદ એનું પ્રમાણ વધ્યું છે.

કોરોનામાં સ્ટિરોઇડ આપવાથી સુગર વધે છે
તેમણે કહ્યું કે મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે કોરોનાના મધ્યમ કે ગંભીર દર્દીઓને સ્ટિરોઇડ આપવા પડે. એનાથી સુગર વધે છે, ઇમ્યુનિટી સપ્રેસ(ઘટાડો) થાય છે. એવા લોકો આ ફૂગની અડફેટે જલદી ચઢી જાય છે. એટલે કોરોનામાંથી સાજા થયેલા લોકો પણ સુગર કન્ટ્રોલમાં રાખે, 15થી 20 દિવસ સુધી મીઠી વસ્તુઓથી દૂર રહે એ જરૂરી છે. અઆ ઉપરાંત હળવી કસરત કે નિયમિત ચાલવાથી સુગર કન્ટ્રૉલટ્રૉલમાં રહે છે જેનાથી ઇમ્યુનિટી જળવાઇ રહે તો આ રોગથી બચી શકાય છે. આ રોગ ચામડીમાં પણ થઈ શકે છે અને ફેંફસામાં પણ. અને અસરગ્રસ્ત ભાગ સર્જરીથી કાઢવો જ પડે છે. ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે.

Most Popular

To Top