Gujarat Main

પાટીલ VS રુપાણી: મુખ્યમંત્રીએ કહ્યું, C.R.Patilએ ઇન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી તે તેમને જ પૂછો, સરકારે તેમને ઇન્જેક્શન નથી આપ્યા

સુરત: (Surat) મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Rupani) સુરતમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (C R Patil) ઉપલબ્ધ કરાવાયેલા રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે, 5000 ઈન્જેકશન (remdesivir injection) ની વ્યવસ્થા સીઆર પાટીલે કેવી રીતે કરી એ તેમને જ પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેકશન સીઆર કે ભાજપને નથી આપવામા આવ્યા. સરકારની પોતાની અલગ વ્યવસ્થા છે અને તે મુજબ વિતરણ કરવામાં આવી રહ્યાં છે. સરકાર કોઈપણ ખાનગી વ્યક્તિને સીધા ઈન્જેકશન આપતી નથી. સરકારે મંજૂરી આપેલી ખાનગી-સરકારી હોસ્પિટલને વ્યવસ્થા મુજબ ઈન્જેકશન આપવામાં આવે છે. લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ મુજબ દરેક નિર્ણય કરવામાં આવે છે. ત્યારે ઈન્જેક્શનનો જથ્થો ખૂટી રહ્યો છે, એવામાં ભાજપ અધ્યક્ષ કેવી રીતે ઈન્જેક્શન લાવ્યા અને કેવી રીતે ઈન્જેક્શનની વહેંચણી રહ્યા છે તેનાથી તેઓ અજાણ હોવાનું રુપાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર સવાલ પૂછાતા કહ્યું હતું કે સી.આર પાટીલ ઇંજેક્શન ક્યાંથી લાવ્યા તે તેમને જ પૂછો. પાટીલ જ આ વાતનો વ્યવસ્થિત જવાબ આપી શકશે. તેમને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી તેવું રૂપાણીએ જણાવ્યું હતું.

સીઆર પાટીલે પોતે સુરતની ચિંતા કરીને 5000 રેમડેસિવીરની કેવી રીતે વ્યવસ્થા કરી તે પૂછશો તો જવાબ મળશે. સરકારે અલગ વ્યવસ્થા કરી છે અને ભાજપે કરી તે અલગ છે. તેનો સરકારની વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નથી. ટેન્ડરનો ભાવ અને ગુવાહાટીથી જે જથ્થો આવે છે તેના ભાવમાં ફેર છે. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી. સુરતને સતત ઈન્જેક્શનનો જથ્થો આપી રહ્યાં છે. કિરણ હોસ્પિટલને જે જથ્થો મળ્યો છે તે સરકારે આપેલો છે. 

કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12હજાર 500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યા છે.આ ઈન્જેક્શન જરૂરિયાતમંદ દર્દીઓને રાહત ભાવે અપાશે. રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે.

Most Popular

To Top