Gujarat

સર્વગ્રાહી વિકાસના પગલે ગુજરાતમાં રોકાણ વધી રહ્યું છે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર :ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)શનિવારે જણાવ્યું હતું કે, ૯ર૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ઘોલેરા SIR ( Dholera SIR) ફયુચરિસ્ટીક સિટી (Futuristic City) ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ધોલેરા SIR ના વિકાસ માટે ગુજરાત સરકાર અને NICDC દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે. પટેલે જણાવ્યું હતું કે, સદીઓથી વેપાર-વાણિજય માટે જાણીતું ગુજરાત હવે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાને પરિણામે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે.

SIRની કલ્પના સાથે ર૦૦૯માં SIR એક્ટ પારિત કર્યો
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આવા SIRની કલ્પના સાથે ર૦૦૯માં SIR એક્ટ પારિત કર્યો હતો. ગુજરાતમાં આવા ૮ SIR આયોજિત છે તેમાંથી ધોલેરા, માંડલ, બેચરાજી અને PCPIR દહેજ વિકાસના સૌથી અદ્યતન તબક્કે છે અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરના પ્રભાવ ક્ષેત્રમાં પણ સમાવિષ્ટ છે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી આવો જ એક અગ્રણી પ્રોજેક્ટ છે અને ત્યાં ઇન્ટરનેશનલ લેવલની-વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ વિકસાવાઇ રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ અગ્રિમ ભૂમિકા ભજવશે
મુખ્યમંત્રીએ આ અંગેની વિસ્તૃત છણાવટ કરતાં કહ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે નિર્માણ પ્રગતિમાં છે, ધોલેરા-ભીમનાથ રેલ્વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન આગામી ૬ મહિનામાં પૂર્ણ થઇ જશે તેમજ ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. “આત્મનિર્ભર ભારત’ માટે મહત્વપૂર્ણ એવા ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં ધોલેરા પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, સ્ટ્રેટેજિક લોકેશન અને મલ્ટી મોડેલ કનેક્ટીવીટીના કારણે આ કોરીડોર પ્રોજેક્ટ તેમજ પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ અગ્રિમ ભૂમિકા ભજવશે” તેમ મુખ્યપ્રધાને કહ્યું હતું .

Most Popular

To Top