Gujarat

બજેટ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવનારું છે : મુખ્યમંત્રી

GANDHINAGAR : નાણાંમંત્રી નિતીન પટેલે ( NITIN PATEL) પ્રસ્તુત કરેલા રૂ.2,27,000 કરોડના વર્ષ 2021-2022ના બજેટ ( BUDGET) ને સર્વાંગી વિકાસ અને સર્વવ્યાપી વિકાસનું બજેટ ગણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ( VIJAY RUPANI) એ જણાવ્યું હતું કે, આ બજેટમાં ગરીબ ખેડૂત, યુવાન, મહિલા, આદિવાસી, પીડિત-શોષિત લોકોના ઉત્થાન, શિક્ષણ આરોગ્ય, કૃષિ, સિંચાઇ તેમજ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો, ક્લાયમેન્ટ ચેન્જ જેવા તમામ ક્ષેત્રોને આવરી લઇને સર્વાંગી વિકાસ એટલે કે ગુજરાતની વિકાસયાત્રાને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જનારું આ બજેટ છે.


વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, આદિવાસીઓને પણ મૂળ ધારામાં વિકાસનાં ફળનો અનુભવ થાય અને ભવિષ્યના પડકારો પણ ઝીલતા થાય તેનું પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનામાં આવનારાં પાંચ વર્ષ માટે 1 લાખ કરોડ વનબંધુ કલ્યાણ યોજના–2માં ફાળવવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર જિલ્લા અને તાલુકાના આદિજાતિ પટ્ટાના 90 લાખ વનબાંધવોને આનો લાભ મળવાનો છે. 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારા વિસ્તારમાં વસતા સાગરખેડૂ માટે આ વર્ષે 50 હજાર કરોડની વધુ રકમ સાથે સાગરખેડૂ કલ્યાણ યોજના-2 અમે લાવ્યા છીએ. એટલું જ નહીં, આ સરકારે સામાજિક ઉત્થાન માટે એટલે કે દિવ્યાંગથી લઇને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન-જાતિ, ઓ.બી.સી. આ તમામ વર્ગોના યુવાનોથી લઇને વૃદ્ધ પેશન સુધી તેમજ વિધવા પેન્શનથી માંડીને કુંવરબાઇનું મામેરું જેવી અનેક યોજના દ્વારા સામાજિક કલ્યાણ માટે આ બજેટમાં રૂપિયા ફાળવ્યા છે


શિક્ષણ વિકાસનો પાયો છે ત્યારે આ સરકારે રાજ્યનાં બાળકો, યુવા વિદ્યાર્થીઓને સમયની માંગ અનુરૂપ અદ્યત્તન શિક્ષણ આપવા સૌથી વધુ એટલે કે 32 હજાર કરોડ રૂપિયાની શિક્ષણ વિભાગ માટે ફાળવી છે. આપણી યુનિવર્સિટીઓ સક્ષમ હોય, શાળાઓ પણ સક્ષમ હોય અને શાળામાં અભ્યાસ કરતો બાળક એ વધુ તેજસ્વી બનીને ભવિષ્યના પડકારો ઝીલતો થાય તેની વ્યવસ્થા આ સરકારે કરી છે.

ગુજરાત બેકારીમુક્ત બને એ દિશામાં ભાર મુકાયો

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આવનારાં પાંચ વર્ષમાં સરકારી તેમજ અર્ધ સરકારી નોકરીઓમાં બે લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. એટલું જ નહીં પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટર, સર્વિંસ સેક્ટર, એગ્રિકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ રોજગારી આપવામાં આવશે. આ બજેટમાં લદ્યુ ઉદ્યોગો, નવી જી.આઇ.ડી.સી., ટેક્સટાઇલ એન્ડ ફાર્મા પાર્કસ, ટોય્ઝ પાર્ક જેવા નવા વિચારોને લઇને ઉદ્યોગોને વધુ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બજેટમાં ખેડૂતો માટે કૃષિ-ખેડૂત કલ્યાણ માટે 7232 કરોડ તેમજ સાત પગલાં કૃષિ કલ્યાણનાં યોજના અને બિયારણ માટે પણ ફાળવણી આ બજેટમાં કરવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top