શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે મગજમાં આ હોર્મોન્સ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે?

માનવ શરીર એક અદભૂત અને તે જ સમયે એક જટિલ તંત્ર પણ છે. આપણા શરીરમાં થતી દરેક પ્રક્રિયા પાછળ શરીરના અંદર થતા રાસાયણિક તત્વો જવાબદાર છે. અને દરેક રાસાયણિક પ્રક્રિયાની આપણા વર્તન પર ચોકક્સ અસર થાય છે. તમારું સતત ચિડાયેલા રહેવુ, ગુસ્સે થવુ, ઉદાસ રહેવુ આ બધું માત્ર કોઇ પરિસ્થિતિ કે અન્ય બાહ્ય કારણને લીધે બનતું હોય એવુ જરૂરી નથી. ઘણી વાર તમારા શરીરમાં અમુક હોર્મોન્સ ઘટી જવાને લીધે પણ તમારા વર્તનમાં આવી નકારાત્મકતા જોવા મળતી હોય છે. આજે અમે એવા હોર્મોન્સની વાત કરશું જે તમને ખુશ રહેલા મદદ કરે છે અને એ સિવાય આ હોર્મોન્સને કઇ રીતે બૂસ્ટ કરવા તે પણ અમે તમને જણાવીશું.

શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે મગજમાં આ હોર્મોન્સ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે?

ઑક્સીટોસિન (Oxytocin): આ હોર્મોન પ્રેમ માટે જાણીતું છે. જ્યારે આપણે આપણા નજીકની વ્યક્તિ સાથે પ્રેમાલાપ કરતા હોઇએ કે આનંદની પળો વીતાવીએ આ હોર્મોનનું ઉત્સર્જન થાય છે. આ હોર્મોન વધારવા કસરત કરવાનું, મિત્રો – બાળકો – જીવનસાથી – પરિવારના સભ્યો અથવા પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરવાનું સૂચવાયુ છે. આ સિવાય તમે કોમેડી શો પણ જોઇ શકો છો.

શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે મગજમાં આ હોર્મોન્સ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે?

ડોપામાઇન (Dopamine): વ્યકતિને જ્યારે કોઇ કામ કર્યા બદલ શાબાશી મળે, ત્યારે આ હોર્મોન બનતો હોય છે. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે, ‘ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હૈ ‘. હકીકતમાં આજના સમયમાં મોટે ભાગની વ્યકતિ પૈસા પાછળ ભાગતી હોય છે. દરેકને અમીર બનવું છે, આલિશાન સુવિધાઓ ભોગવવી છે. એવા સમયે આપણે સતત આપણી જાતનું મૂલ્યાંકન કરતા રહેતા હોઇએ છીએ. સતત પોતાની જાતને એવું કહેતા હોઇએ છીએ કે આપણે જે કર્યુ છે એ કામ ઓછું છે. આ ભાવના વ્યકતિને વધુ હતાશ કરી દે છે. આમ કરવાથી ડોપામાઇન હોર્મોન બનતું નથી. અને આપણા ખુશ રહેવા માટે આ હોર્મોન સારા પ્રમાણમાં હોય એ જરૂરી છે. આ હોર્મોનનું પ્રમાણ જાળવી રાખવા માટે સતત જાતનું મૂલ્યાંકન કરવાનું, બીજા સાથે સરખામણઈ કરવાનું બંધ કરો. પોતાની ખૂબીઓ જુઓ, એવા વ્યકતિઓની આસપાસ રહો જેઓ સતત તમને પ્રોત્સાહિત કરે. ઘણી વાર મનપસંદ મોબાાઇલ ગેમ્સ રમવાથી પણ આ હોર્મોન વધવાનું જોવા મળ્યુ છે.

શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે મગજમાં આ હોર્મોન્સ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે?

સિરોટોનિન (Serotonin): આ હોર્મોન મૂડને સ્થિર રાખવા માટે જાણીતું છે. તેથી જે દિવસે તમે ઉદાસ અનુભવો છો, તે દિવસે સેરોટોનિન હોર્મોનને વધારવા માટે ધ્યાન કરો, કસરત કરો, બગીચામાં અથવા જ્યાં કુદરતી સૌદર્યનો ખજાનો હોય એવા સ્થળે જાઓ. પ્રકૃતિના ખોળે બેસી તમને કંઇક રચનાત્મક કરવાની પ્રેરણા મળશે. જે આ હોર્મોનનાા ઉત્સર્જનને વેગ આપશે.

શું તમે જાણો છો કે ખુશ રહેવા માટે મગજમાં આ હોર્મોન્સ પૂરતી માત્રામાં હોવા જરૂરી છે?

એન્ડોર્ફિન્સ (Endorphins): આ હોર્મોન તમારું મનોબળ મજબૂત કરવામાં મદદ કરે છે. ઘણીવાર એવું થાય છે કે તમે કેટલાક કાર્ય કરવા માટે સક્ષમ હો છતાં તે કરી શકતા નથી કારણ તમારું મનોબળ નબળુ પડી જાય છે. આ હોર્મોન તમને તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. આ હોર્મોન જો સારી માત્રામાં હશે તો તમે ઘણા કાર્યો વધુ ટેન્શન લીધા વિના કરી શકશો. ઘણીવાર એવા લોકો હોય છે, જે કોઇપણ પરિસ્થિતિ વિશે એટલું ટેન્શન લઇ લે છે કે તેઓ બીમાર થઇ જોય છે. પરિણામે તેઓ તે કાર્ય પણ સારી રીતે કરી શકતા નથી. શરીરમાં એન્ડોર્ફિન્સ હોર્મોનનું પ્રમાણ વધારવા ડાર્ક ચોક્લેટ અસરકારક સાબિત થાય છે. આ સિવાય આ હોર્મોનને જાળવી રાખવા કોઇપણ પરિસ્થિતિ કે સંજોગોમાં અતિશય ચિંતિત થવાને બદલે હળવા થઇને તેમાંથી પસાર થવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

Related Posts