World

અફઘાનિસ્તાનમાં જુમાની નમાજ બાદ મસ્જિદમાં થયો બ્લાસ્ટ, મૌલવી સહિત 20નાં મોત

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મસ્જિદમાંથી (mosque) મોટો બ્લાસ્ટ (blast) થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેરાતમાં ગુજરગાહ મસ્જિદમાં શુક્રવારની જુમા નમાજ (Juma prayers) દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેમાં મસ્જિદના ઈમામ સહિત અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું કે આ એક આત્મઘાતી હુમલો હતો. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વિટર પર અંસારીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે વિસ્ફોટના ગુનેગારોને છોડવામાં આવશે નહીં.

મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનના હેરાંત પ્રાંતમાં શુક્રવારની જુમાની બાદ એક મસ્જિદમાં આ બ્લાસ્ટ થયો હતો જેમાં 21 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં મૌલાના મુજીબ ઉર રહેમાન અંસારીના પણ મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તાલિબાનના પ્રવક્તાએ હેરાતમાં બેવડા બોમ્બ ધડાકામાં મૌલવી મુજીબ ઉર રહેમાન અંસારીના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે.

મળતી માહિતી અનુસાર, “હુમલામાં માર્યા ગયેલા ઇમામ તાલિબાનના સમર્થક હોવાનું કહેવાય છે અને તેનું નિવેદન સાંભળવા માટે લોકોની મોટી ભીડ ઉમટી હતી. હંમેશની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો જુમાના દિવસે એટલે કે આજે શુક્વારે મસ્જિદ હાજર હતા. મુજીબ રહેમાન અન્સારીએ જૂનના અંતમાં હજારો વિદ્વાનો અને વડીલોની વિશાળ સભામાં તાલિબાનના બચાવમાં અનેક નિવેદનો આપ્યા હતા. મુજીબ રહેમાન અગ્રણી મૌલવીઓમાંના એક હતા. ઇમામ મુઝબીર રહેમાન છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં પશ્ચિમી સમર્થિત સરકારોની ટીકા માટે સમગ્ર અફઘાનિસ્તાનમાં જાણીતા હતા.

કોણ હતા મૌલાના મુજીબ ઉર રહેમાન અંસારી
મસ્જિદના મૌલવી મૌલાના મુજીબ ઉર રહેમાન અંસારી છેલ્લા બે દાયકાથી પશ્ચિમી સમર્થિત સરકારોની ટીકા માટે જાણીતા હતા. તેને તાલિબાનનો નજીકનો માનવામાં આવે છે. આ જ કારણ હતું કે તાલિબાને એક નિવેદન જારી કરીને આ હુમલામાં તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, “દુખ સાથે જણાવવામાં આવે છે કે દેશના સૌથી શક્તિશાળી અને હિંમતવાન ધાર્મિક નેતા મૌલાના મુજીબ ઉર રહેમાન અંસારી શુક્રવારે હેરાતમાં થયેલા બર્બર હુમલામાં માર્યા ગયા હતા. હેરાત એમ્બ્યુલન્સ સેન્ટરના અધિકારી મોહમ્મદ દાઉદ મોહમ્મદીનું કહેવું છે કે લગભગ 18 મૃતદેહો અને મોટી સંખ્યામાં ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં રાજધાની કાબુલમાં એક મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા. આ વિસ્ફોટમાં 40 લોકો ઘાયલ થયા છે. ઉત્તર કાબુલની એક મસ્જિદમાં જ્યારે લોકો સાંજની નમાજ માટે એકઠા થયા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ ખૂબ જ જોરદાર હતો. બ્લાસ્ટને કારણે મસ્જિદની આસપાસના ઘરોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સુરક્ષાકર્મીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top