Gujarat

ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ, ભાજપે પક્ષના કાર્યકરો પાસેથી પ્રતિસાદ એકત્રિત કર્યો

ગાંધીનગર: ભાજપ (BJP) દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ત્રણ સભ્યોની ટીમે આજથી રાજ્યના 33 જિલ્લા અને પાંચ મોટા શહેરોના પક્ષના કાર્યકરોને મળવાનું શરૂ કર્યું છે. પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રતિસાદ લેવાની પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલશે. આ સમય દરમિયાન, ટીમો દરેક મતવિસ્તારમાંથી(Constituency) ટિકિટ ઇચ્છુક ઉમેદવારોના મંતવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ત્રણ સભ્યોની ટીમે આજથી રાજ્યના 33 જિલ્લા અને પાંચ મોટા શહેરોના પક્ષના કાર્યકરોને મળવાનું શરૂ કર્યું છે. પાર્ટીના સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રતિસાદ (Feedback) લેવાની પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલશે. આ સમય દરમિયાન, ટીમો દરેક મતવિસ્તારમાંથી ટિકિટ ઇચ્છુક ઉમેદવારોના મંતવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જિલ્લા સ્તરના પદાધિકારીઓ સહિત કુલ 38 ટીમો બનાવવામાં આવી
આ પ્રક્રિયાના ભાગરૂપે સુપરવાઇઝર્સના ફીડબેકના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે પ્રદેશ ભાજપને સુપરત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. આ આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટેનો આધાર બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર વર્તમાન અને પૂર્વ મંત્રીઓ, સંસદ સભ્યો,સાંસદો, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરના પદાધિકારીઓ સહિત કુલ 38 ટીમો બનાવવામાં આવી છે.

અભિપ્રાય વ્યક્ત કરવા માટે આજે કાર્યકરો એકઠા થયા
ભાજપના અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદ ગિરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “પ્રદેશ ભાજપે આજથી ટિકિટ ફાળવણી માટે અહીં આમંત્રિત પક્ષના કાર્યકરો સાથે વાટાઘાટો કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.” અમદાવાદ જિલ્લાની ધોળકા, ધુંડકા અને દસક્રોઇ વિધાનસભા બેઠકો માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે આજે કાર્યકરો એકઠા થયા હતા. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો તેમની વાત સાંભળશે.

કેટલાકે તો ચૂંટણી લડવાની ઇચ્છા પણ વ્યક્ત કરી
જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ જણાવ્યું હતું કે, “ભાજપ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયા મુજબ ત્રણ નિરીક્ષકોની પેનલ જામનગરની બે બેઠકો માટે પક્ષના કાર્યકરોનો અભિપ્રાય લેવાની કામગીરી પૂર્ણ કરશે. ગત ચૂંટણીની જેમ જામનગરમાં પણ ભાજપ માઈક્રો પ્લાનિંગ દ્વારા બંને બેઠકો પર વિજય મેળવશે. નિરીક્ષકોને મળવા માટે પક્ષના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમાંથી કેટલાકે તો ચૂંટણી લડવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

પ્રતિસાદ એકઠો કરવો એ સરળ લોકશાહી પ્રક્રિયા છે
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, “નિરીક્ષકો દ્વારા પ્રતિસાદ એકઠો કરવો એ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી સરળ લોકશાહી પ્રક્રિયા છે. રોકાડિયાએ જણાવ્યું હતું કે, “આના ભાગરૂપે, ત્રણ નિરીક્ષકો અહીં મુલાકાત લઈ રહ્યા છે.” તેઓ વિવિધ વિધાનસભા મત વિસ્તારના પક્ષના કાર્યકરો સાથે વાતચીત કરશે અને તેમનો પ્રતિસાદ લેશે. તેમને વોર્ડ લેવલની રાજકીય પરિસ્થિતિનો પણ ખ્યાલ હશે, જેથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થઈ શકે. હું આ જ પ્રક્રિયાના ભાગરૂપે અહીં આવ્યો છું.

Most Popular

To Top