World

બિટકોઇનનું કુલ મૂલ્ય પ્રથમ વખત એક ટ્રિલિયન ડૉલર પર પહોંચ્યું

ડિજિટલ કરન્સી બિટકોઇન આજકાલ ખૂબ જોરમાં છે અને તેનું મૂલ્ય તેના ઇતિહાસમાં પ્રથમ વખત એક ટ્રિલિયનની સપાટી પર પહોંચ્યું છે.

કેટલીક કંપનીઓ અને બેન્કોએ બિટકોઇનને સ્વીકૃતિ આપવાની વાત કરી ત્યારબાદથી જેમાં તેજી દેખાઇ રહી છે તેવા વિશ્વના આ અગ્રણી ડિજિટલ ચલણનો ભાવ હાલ થોડા દિવસ પહેલા જ પ૦૦૦૦ ડોલરની સપાટીને વટાવી ગયો હતો. હવે આના પછી આ ચલણે એક નવુ સીમાચિન્હ સર કર્યુ છે જેમાં આ ચલણના વિશ્વભરના કુલ મૂલ્યનો આંકડો એક ટ્રિલિયનને સ્પર્શ કરી ચુક્યો છે.

જેણે આ ડિજિટલ ચલણને સ્વીકૃતી આપવાની વાત કરી હતી તે ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે હાલમાં એક નિવેદન કર્યું જેમાં જણાવ્યું કે રોકડ નાણા સંઘરી રાખવા કરતા બિટકોઇનમાં નાણા રાખવું વધુ સરળ છે તેના પછી આ ચલણને વધુ વેગ મળ્યો હોવાનું કહેવાય છે.

જો કે જેપીમોર્ગનના વિશ્લેષકોએ કહ્યું છે કે બિટકોઇન એ એક ઇકોનોમિક સાઇડ શો છે. બિટકોઇનનું બજાર મૂલ્ય શુક્રવારે પ્રથમ વખત એક ખર્વ ડોલરની સપાટીને સ્પર્શ કરી ગયું હતું. વિશ્વની આ સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય હાલ પ૪૦૦૦ ડોલર કરતા પણ વધુ થઇ ગયું છે અને તેનો સાપ્તાહિક ઉછાળો ૧૧ ટકાનો રહ્યો છે.

જો કે આમ છતાં બિટકોઇન રોકાણના એક સાધન તરીકે પણ ઘણી ઓછી વ્યાપકતા ધરાવે છે. સોનાનું વૈશ્વિક બજાર મૂલ્ય ૯થી ૧૦ ટ્રિલિયન જેટલું મનાય છે તેની સામે બિટકોઇનનું બજાર મૂલ્ય તેના એક એકમની ઘણી જ ઉંચી કિંમત છતાં ઘણુ નીચુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top