National

આર્થિક વિકાસને વેગ આપવા કેન્દ્ર, રાજ્યો વચ્ચે બહેતર સંકલનની વડાપ્રધાનની હાકલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં ધંધો કરવાની સરળતા સર્જવાની અને જરીપુરાણા કાયદાઓ રદ કરવાની મજબૂત હિમાયત કરતા જણાવ્યું હતું કે આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગાઢ સહકારથી કાર્ય કરવાની જરૂર છે.

નીતિ આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકારના આત્મ નિર્ભર ભારત કાર્યક્રમનો ભાગ બનવા માટે ખાનગી ક્ષેત્રને સંપૂર્ણ તક અપાવી જોઇએ. આ કોન્ફરન્સમાં ૨૬ જેટલા મુખ્યમંત્રીઓ, ત્રણ લેફટેનન્ટ ગવર્નરો અને બે વહીવટદારોએ ભાગ લીધો હતો.

પશ્ચિમ બંગાળ, પંજાબ, તેલંગાણા અને ગુજરાતના મુખ્યમંત્રીઓેએ આ બેઠકમાં ભાગ લીધો ન હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આરોગ્યના કારણોસર આ બેઠકમાં ભાગ લઇ શક્યા ન હતા એમ નીતિ આયોગના નાયબ અધ્યક્ષ રાજીવ કુમારે બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું.

પોતાની ઓપનિંગ ટિપ્પણીઓમાં વડાપ્રધાને કહ્યું હતું કે કોરોનાવાયરસના રોગચાળા દરમ્યાન જ્યારે રાજ્યો અને કેન્દ્રે ભેગા મળીને કાર્ય કર્યું તો આખો દેશ સફળ રહ્યો અને સારી છાપ ઉભી કરી શક્યો. આ દેશની પ્રગતિનો પાયો સહકારી ફેડરાલિઝમ છે અને આજની બેઠક એ તેને વધુ ફળદાયી બનાવવા માટે તથા સ્પર્ધાત્મક સહકારયુક્ત સંઘવાદ તરફ આગળ વધવા માટે વિચાર મંથન કરવાની છે એમ મોદીએ કહ્યું હતું.

વડાપ્રધાને લોકો પરનો જવાબદારીનો બોજ ઘટાડવાની અને પુરાતન કાયદાઓ નાબૂદ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એવા ઘણા બોજ છે જે બિનજરૂરી છે અને તે દૂર કરી શકાય છે. અગાઉ અમે ૧પ૦૦ પુરાણા કાયદાઓ રદ કર્યા છે. આપણે સામાન્ય માણસ પરનો બોજ ઘટાડવાી જરૂર છે.

ઓછો બોજ હોય તો જીવવાની સરળતા વધુ રહે છે એમ મોદીએ કહ્યું હતું. મોટા ભાગના મુખ્યમંત્રીઓએ વિકાસના એજન્ડા પર ભાર મૂક્યો હતો અને ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો સમયસર પુરા કરવા પર ભાર મૂક્યો હતો એમ પત્રકારોને માહિતી આપતા નીતિ આયોગના નાયબ અધ્યક્ષે જણાવ્યું હતું.

ખાદ્યતેલની આયાત પાછળ 65000 કરોડ ખર્ચાય છે એ આપણા ખેડૂતોને મળવા જોઇએ: મોદી
મોદીએ ખેતીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદ્ય તેલ જેવી કૃષિ વસ્તુઓ પેદા કરવા પ્રયાસો થવા જોઇએ અને એની આયાત ઘટાડવી જોઇએ. ખાદ્ય તેલની આયાત પર રૂ. 65000 કરોડ ખર્ચાય છે એ આપણા ખેડૂતોને મળવા જોઇતા હતા. ખેડૂતોને માર્ગદર્શન આપીને આ થઈ શકે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top