Dakshin Gujarat

બીલીમોરાના દેવસર ગામે લગ્નમાં જમ્યા બાદ 31 લોકોને ફૂડ પોઇઝનિંગ

બીલીમોરા, નવસારી: (Navsari) બીલીમોરા નજીકના દેવસર ગામે શનિવારે રાત્રે લગ્ન (Marriage) પ્રસંગમાં જમ્યા બાદ રવિવારે સવારે 31 વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થતા દોડાદોડી મચી ગઈ હતી. 31 પૈકી 5 જણાને હોસ્પિટલ ખસેડવાની નોબત આવતા જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં સર્વેની (Survey) કામગીરી હાથ ધરી હતી. લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મેંગો ડીલાઈટ નામની વાનગીને (Food) કારણે આ સમસ્યા થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

  • બીલીમોરા નજીકના દેવસર ગામે માહ્યાવંશી મહોલ્લમાં કન્યાના ગામના જ યુવક સાથે લગ્ન લેવાયા હતા
  • જાનને જમાડી હતી, જેમાં મેંગો ડીલાઈટ નામની વાનગી ખાવાને કરાણે તબીયત બગડી હોવાનું અનુમાન
  • જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દેવસર પહોંચી પાણી અને અન્ય ભોજન સામગ્રીના સેમ્પલો લઈ તપાસ માટે લેબમાં મોકલ્યા
  • 31 પૈકી 5 જણાને હોસ્પિટલ ખસેડવાની નોબત આવતા જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં સર્વેની કામગીરી હાથ ધરી

ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું જેવા દેવસર ગામે માહ્યાવંશી મોહલ્લામાં રહેતા દીપક ભગુભાઈ પટેલની પુત્રીના લગ્ન ગામમાં જ નક્કી થયા હતા. જાન ગામમાંથી જ આવી હતી. આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે શનિવારે રાત્રે લગ્ન પ્રસંગમાં ભેગા થયેલા લોકોએ દાળ, ભાત, મિક્સ વેજીટેબલ, ભીડા ફ્રાય, પનીર લીફાફા, પુરી, રોટલી, સલાડ પાપડ સાથે મેંગો ડીલાઈટ નામની સ્વીટ ડીશ પીરસવામાં આવી હતી. ગામના લોકોએ જમવાની મજા માણીએ મોડી રાત્રે ઘરે ગયા હતા. જેમાંથી 31 જણાને ઝાડા-ઊલટી ફૂડ પોઇઝનિંગની અસર થતાં હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે અસર પામેલા 5 જણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના 24 કર્મચારીઓની 4 ટીમે ગામના છ ફળિયામાં 343 લોકોને ચકાસ્યા
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાવેશ પટેલ, બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના ડો. રાજેન્દ્ર ગઢવી, ગણદેવી હેલ્થ ઓફિસરના અંજના પટેલ સાથે આરોગ્ય વિભાગના 24 કર્મચારીઓની 4 જેટલી ટીમે દેવસર ગામના 6 ફળીયામાં સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. જેમાં 77 ઘરમાંથી 343 લોકોનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એક જાણકારી મુજબ જમણવારમાં પીરસાયેલા મેંગો ડીલાઈટ નામની સ્વીટ ડીશ જેમાં કેરીના રસમાં દૂધના ક્રીમ વાળી આઈટમ પીરસવામાં આવી હતી, જેને કારણે ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર થઇ હોવાનું કહેવાય છે.

હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોની યાદી
પ્રિયા મનહર પટેલ (ઉ.22), મિત ઉત્તમ પટેલ (ઉ.25) અને અનિલા મનહર પટેલ (ઉ.50) ત્રણેય રહે. લક્ષ્મી ફળીયા, દેવસર ચીખલીની શાંતિ હોસ્પિટલ ચીખલીમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે શૈલેષ ભગુભાઈ પટેલ (ઉ.32, નવા ફળીયા, દેવસર), દેવ્યાની ગિરીશ પટેલ (ઉ.25 મોટા ફળીયા, દેવસર)ને મેંગુસી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top