Business

Googleનું મોટું એક્શન: કુકુ FM, ALT બાલાજી સહિતની આ એપ પ્લે સ્ટોરથી રીમૂવ કરી

નવી દિલ્હી: ગૂગલે (Google) કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર (Android Play Store) પરથી 10 એપ્સ હટાવી દીધી છે. જેમાં એકતા કપૂરની ઓલ્ટ બાલાજી (Alt Balaji), કુકુ FM (Kuku FM), 99 એકર (99 acres) જેવા નામ સામેલ છે. તેમજ ગયા વર્ષે કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી.

ગૂગલે કેટલીક એપ્સ સામે કાર્યવાહી કરી છે. તેમજ પ્લલે સ્ટોર ઉપરથી હટાવી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અગાઉ આ એપ્સને ચેરનણી આપવામાં આવી હતી. હવે રતેમનીો સામે કાર્યવાહી થતા એપના ડેવલપર્સ ખૂબ જ નારાઝ થયા છે. ગૂગલે હટાવી એપ્સમાં કુકુ FM, ભારત મેટ્રિમોની, શાદી.કોમ, નોકરી.કોમ, 99 એકર, ટ્રુલી મેડલી, ક્વેક ક્વેક, સ્ટેજ, એએલટીટી (અલ્ટ બાલાજી) અને અન્ય બે એપ્સનો સમમાવેશ થાય છે. જેમાંથી શાદી.કોમ અને નોકરી.કોમ હવે ફરી એપ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુગલે આ એક્શન સર્વિસ ફીની ચુકવણી ન કરવા બદલ લીધુ છે. જેના કારણે ટેક જગતના અગ્રણી પ્લેટફોર્મે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ઘણા સ્ટાર્ટઅપ્સ ઇચ્છતા હતા કે Google દ્વારા શુલ્ક લેવામાં ન આવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી.

જો કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યાર બાદ ગૂગલને આ બાબતે લીલી ઝંડી મળી ગઈ હતી. તેમજ ગુગલે નિર્ણય લીધો હતો કે તે એપ્સને કોઈ રાહત આપશે નહી. આ પછી સ્ટાર્ટઅપને ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતુ. તેમજ જો સ્ટાર્ટઅપ્સના માલિકો આમ નહીં કરે તો તેમની એપ્સ કાઢી નાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ગૂગલની નીતિની પણ ટીકા કરવામાં આવી હતી
કુકુ એફએમના સીઈઓ લાલ ચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. આ સાથે જ Naukri.com અને 99acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ પોસ્ટ કરીને ગૂગલ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે? તેના વિશે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.

Most Popular

To Top