Dakshin Gujarat

ભીલાડના જંબુરી ચેકપોસ્ટ ઉપર કારમાંથી રોકડા 16.05 લાખ મળી આવ્યા

ઉમરગામ : ઉમરગામ તાલુકાના ભીલાડ (Bhilad) નજીક જંબુરી ચેકપોસ્ટ (check post) ઉપર પોલીસને વાહન ચેકિંગ (Vehicle Checking) દરમિયાન એક કારમાંથી રોકડા (Cash) રૂપિયા 16.05 લાખ મળી આવતા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત સૂત્ર પાસેથી મળતી વિગતો મુજબ ચૂંટણીને લઈ દારૂ અને હથિયારો તથા કાળા નાણાની હેરાફેરી રોકવા પોલીસ અને અધિકારીઓની ટીમ સજ્જ છે ત્યારે ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના જંબુરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન ભિલાડ પોલીસને એક કારમાંથી રોકડા રૂપિયા 16.05 લાખ મળતા તે કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં દમણના બે વેપારી હતા. જે સેલવાસ પૈસા લઈને જઈ રહ્યા હતા. પોલીસે ચૂંટણી અધિકારી અને ઇન્કમટેક્સની ટીમને આ બાબતની જાણ કરતા કાર્યવાહી હાથ ધરી હતી.

ડાંગ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં લાઉડ સ્પીકર તેમજ સભા સરઘસ અંગે જાહેરનામુ
સાપુતારા : ડાંગ જિલ્લાના 173-ડાંગ વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણીનાં રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ દ્વારા તથા લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા હુકમ ફરવવામાં આવ્યો છે. જે મુજબ સાર્વજનિક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર સવારના 6–00 કલાકથી રાત્રીના 10 કલાક સુધી જ જાહેર જનતાને નુકશાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે.

મતદારોને લોભ લાલચ કે ધમકીના કેસમાં એક વર્ષની કેદની સજા
સાપુતારા : ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-B મુજબ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન કોઈ અન્ય વ્યક્તિને તેના પોતાના મતદાર અધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરવાના દ્રષ્ટિકોણથી રોકડ અથવા વસ્તુ લે છે અથવા આપે છે તો તેને એક વર્ષની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે. આ ઉપરાંત, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-C મુજબ, જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉમેદવાર અથવા મતદારને ધમકાવે છે અથવા કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપે છે. તો તેને એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા સાથે થઈ શકે છે. ફલાઈંગ સ્કવોડ લાંચ લેનાર અને આપનારાઓને બંને વિરુધ્ધ કેસ દાખલ કરવા માટે અને એવા લોકો સામે કાર્યવાહી કરવા મતદારોને ડરાવવા અને ધમકાવવામા સામેલ હોય.

Most Popular

To Top