Dakshin Gujarat

ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીએ, 300 લોકોનું સ્થળાંતર કરાયું

ભરૂચ: હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભરૂચ(Bharuch)માં ધોધમાર વરસાદ(rain) વચ્ચે ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ(Golden Bridge) ભયજનક સપાટી(Dangerous Surface)એ પહોંચી ગયો છે. નર્મદા ડેમ(Narmada Dam)માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ગોલ્ડન બ્રિજે ભયજનક સપાટી વટાવી છે. બ્રીજની ભયજનક સપાટી 24 ફૂટ છે અને હાલ ગોલ્ડન બ્રિજની સપાટી 24 ફૂટ પહોંચી ગઈ છે. જેને પગલે ગોલ્ડન બ્રિજ પાસેના ઝૂંપડપટ્ટી અને દાંડિયા બજારમાં પાણી ઘુસી ગયા છે. જેથી સાવચેતીના ભાગરૂપે 180થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.

નર્મદા નદીની સપાટીમાં વધારો
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલાં પાણીની આવક વધી છે જેના પગલે નર્મદા ડેમની 23 ગેટમાંથી 5 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદી(Narmada River)ની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નદી વધતી સપાટી પર નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. નર્મદા નદીમાં જળસ્તર વધતા ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તેમજ ભરૂચ શહેરમાંથી કુલ 300 લોકોનું સ્થળાંતર કરમાં આવ્યું છે. તો નર્મદા નદીનાં નીચાણવાળઆ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં તંત્ર દ્વારા રજા જાહેર કરાઈ છે.

સરદાર સરોવર 80 ટકા ભરાયો
સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાય ચુકયો છે. ડેમની જળ સપાટી 134.32 મીટર પહોંચી છે. પાણીની આવક 5,11,161 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી છે. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાઈ રહ્યું છે. અત્યાર સુધી નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા પાવરહાઉસ) ક્યુસેક રહેશે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm છે. શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પાણીની માત્રા વધારી 5 લાખ કયુસેક કરી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટીમાં વધારો થઇ રહયો છે.

આ ગામોને કરાયા એલર્ટ
નર્મદા નદીનાં જળ સ્તરમાં વધારો થતા નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના લોકોને એલર્ટ કરી દેવાયાં છે.

નર્મદા ડેમ (ગુજરાત)
સપાટી : 134.68 મીટર
ઇન ફલો : 5,93,749
આઉટ ફલો : 5,44,462
ગેટનો આઉટ ફલો : 5 લાખ કયુસેક
આરબીપીએચનો આઉટ ફલો : 45,000 કયુસેક
મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલની સપાટી – 134.58 મીટર

મધ્યપ્રદેશના ડેમની સ્થિતિ

ડેમમહત્તમ સપાટીહાલની સપાટી
બર્ગી ડેમ422.76 મીટર422.05 મીટર
તવા ડેમ355.40 મીટર353.47 મીટર
ઈન્દિરા સાગર ડેમ262.13 મીટર260.89 મીટર
ઓમકારેશ્વર ડેમ196.60 મીટર194.89 મીટર

Most Popular

To Top