Dakshin Gujarat

ભરૂચ: બલેનોના ચાલકે ટેન્કર પાછળ કાર ઉભી રાખી અને ટેન્કર ડમ્પર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ

ભરૂચ: (Bharuch) ભોલાવમાં અલંકાર રોહાઉસમાં રહેતાં જલદીપસિંહ બહાદુરસિંહ સિંધા દુધધારા ડેરી પાસે આવેલાં રંગદર્શન કોમ્પ્લેક્ષમાં પોતાની ઓફિસ ધરાવે છે. શનિવારે સાંજના સુમારે તેમની બલેનો કાર (Car) નં-GJ-૧૬ CH-૦૬૬૨ લઇને તેમની દુકાને જવા માટે નિકળ્યાં હતાં. એ વેળા એબીસી સર્કલ પર ટ્રાફિક (Traffic) હોવાને કારણે વાહનો ઉભા રહી ગયાં હોઇ તેમણે પણ તેમની કાર એક ટેન્કરની પાછળ ઉભી રાખી હતી.

  • ટ્રાફિક સમસ્યાને કારણે આવા અકસ્માતો કારણભૂત!
  • કાર ચાલકને સામાન્ય ઈજા છતાં આબાદ બચાવ
  • ડમ્પર મુકીને ચાલક ભાગી ગયો, ગુનો દાખલ

તે અરસામાં પાછળથી પુરઝડપે આવતાં એક ડમ્પર નં-GJ- ૧૬ AV-૮૨૩૩ના ચાલકે તેના ડમ્પરને ધીમી ન પાડવા સાથે બ્રેક નહીં મારતાં ડમ્પર સીધું તેમના કારમા ઘુસી જતાં ટેન્કર અને ડમ્પર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઇ હતી.કારનો ખુડદો વળી ગયો હતો. અકસ્માતને જોતાં કારમાં સવાર કોઇનો જીવ બચે તેમ લાગતો ન હતો.જો કે નાકના ભાગે,માથામાં ઈજા અને જમણી આંખે ફ્રેકચર થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.જોકે કુદરતે ચાલકનો આબાદ બચાવ થયો હતો.સમગ્ર ઘટના બનતા ડમ્પર મુકીને ચાલક ભાગી છૂટ્યો હતો.જે બાબતે ભરૂચ C ડીવીઝનના ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.વધુ તપાસ ળી ચલાવી રહી છે.

રાજપીપળા ઓવરબ્રિજ પર ટ્રકે ટક્કર મારતાં કારને નુક્સાન, સુરતનો પરિવાર આબાદ બચ્યો
અંકલેશ્વર: અંકલેશ્વર હાઈવે પર રાજપીપળા ઓવર બ્રીજ ઉપર ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતાં, ગાડીને ખાસ્સું નુક્સાન થયું હતું, જો કે ચાલક સહીત સુરતના પરિવારનો આબાદ બચાવ થયો હતો.

  • રાજપીપળા ઓવર બ્રીજ ઉપર ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારી
  • ચાલક સહીત સુરતના પરિવારનો આબાદ બચાવ થયો

સુરતના લીંબાયત વિસ્તારમાં શાહપુરા ખાતે રહેતાં ઝાહિર હુશેન શાહ, તેઓના શેઠની ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.૦૨.સી.વી.૧૬૭૬ લઇ સુરતથી શેઠ અને તેઓના પરિવારના ત્રણ સભ્યો સાથે ધોરાજી જવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર રાજપીપળા ઓવર બ્રીજ પરથી પસાર થતા હતાં તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીને નુકશાન થવા પામ્યું હતું, પરંતુ પરિવારનો આબાદ બચાવ થયો હતો.

Most Popular

To Top