Dakshin Gujarat

સુરતનો આ વ્યક્તિ અંકલેશ્વર જતો અને ખેતરમાં લગાવેલા વીજ ટ્રાન્સફોર્મર નીચે પાડી આવું કામ કરતો

ભરૂચ,અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વરમાં અલગ અલગ વિસ્તારોમાંથી થયેલાં ૨૩ વીજ ટ્રાન્સફોર્મરની (Power transformer) ચોરીનો પર્દાફાશ કરી ૧૧ વણશોધાયેલા ગુનાનો ભેદ LCB ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરીને કાર્યવાહી હાથ ધરી છે.

  • અંકલેશ્વરમાંથી રાત્રે કોપર ચોરી ભંગારિયાને ઊંચા ભાવે વેચતો સુરતનો ઇસમ ઝડપાયો
  • મુખ્ય સૂત્રધાર અને અન્ય સાગરીતો વોન્ટેડ

ભરૂચ એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી ડીપી ચોરીનો શંકાસ્પદ આરોપી નરપતસિંહ ચારણ સુરત ખાતે રહે છે. જેથી પીએસઆઈ એમ.એમ.રાઠોડે તેમની ટીમ સાથે સુરત પહોંચી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. તેણે વર્ષ-૨૦૨૨માં જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા એપ્રિલ મહિનામાં આશરે ૨૩ વાર અંક્લેશ્વરમાં આવી ચોરીનો મુદ્દામાલ તેના સહ આરોપી પાસેથી લઇ જઇ સુરત ખાતે ભંગારના વેપારીને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી કોપર કોયલમાંથી ગાળીને બનાવેલી કોપર પ્લેટ નંગ-૩ આશરે ૨૧૫ કિલો કિંમત રૂ.૧,૫૦,૫૦૦ તથા બે મોબાઇલ કિં.રૂ.૫૫૦૦ મળી કુલ કિં.રૂ.1,56,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે ૧૧ વણ ઉકેલાયેલા ગુના શોધી વીજ ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરનાર ઉત્તરપ્રદેશનો મુખ્ય આરોપી રામસુરત રતીપાલ યાદવ અને અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંક્લેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં દિવસે ખેતરમાં લગાવેલા વીજ ટ્રાન્સફોર્મરની રેકી કરી રાત્રે આવી તેને નીચે પાડી કોપર કાઢી ખેતરમાં અવાવરુ જગ્યાએ સંતાડી પકડાયેલા નરપતસિંહને જાણ કરાતી હતી. નરપતસિંહ રાત્રે સુરતથી ટેમ્પો લઇ આવી ખેતરમાં મૂકેલા કોપરનો જથ્થો સુરત ખાતે લઇ જઇ અન્ય ભંગારવાળાને ઊંચા ભાવે વેચી દેતો હતો.

નર્મદા નદીના પટમાંથી ગેરકાયદે રેતીખનન થાય છે: મનસુખ વસાવાની મુખ્યમંત્રીને ફરિયાદ
સુરત: ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરી પાછો રેતીખનનનો મુદ્દો ઊંચક્યો હતો. એમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, નર્મદા નદીના પટમાં બેફામ રીતે ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું છે. આ રેતીખનનમાં મોટા રાજકીય માથાંની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચ્યો છે.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રેતીખનનની ફરિયાદ કરતો એક સણસણતો પત્ર લખી જણાવ્યું હતું કે, ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નર્મદા નદીના પટમાંથી મોટાપાયે ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી છે. નારેશ્વરની નજીક લિલોડ ગામ તથા ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવ્યા છે. આવા મોટા રેતીના પાળાને લીધે નદીનો પ્રવાહ રોકાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકાર નદીમાંથી 5 મીટર ઊંડાઈએથી રેતી કાઢવાની મંજૂરી આપે છે. તે છતાં રેતી માફિયાઓ 25થી 30 મીટર સુધી ખોદી રેતી કાઢે છે. રાત્રે 11થી 12 વાગ્યાની વચ્ચે રેતી લઈ જતી ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેતી માફિયાઓ રોયલ્ટીની ચોરીઓ પણ કરે છે. આ ગેરકાયદે રેતીખનનમાં મોટાં રાજકીય માથાં પણ સંડોવાયેલાં છે. આ તમામ મુદ્દે સરકાર ઊંડી તપાસ કરે અને રેતીખનનની ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ બંધ થાય એવી મારી માંગ છે.

Most Popular

To Top