Gujarat

બરવાળા લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 39ના મોત, ઓડિયો ક્લિપ વાયરલ થતા મહિલા ASI સસ્પેન્ડ

અમદાવાદ: અમદાવાદના (Ahmadabad) બોટાદ (Botad) નજીક બરવાળામાં (Barwala) ઝેરી દારૂ (Alcohol) પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં (Laththakand) અત્યાર સુધીમાં 39 વ્યક્તિનાં મોત (Death) નિપજ્યા છે. જ્યારે 80થી 90 લોકો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી 12 જણાં મૃત્યુ પામ્યા છે, જ્યારે રાણપુરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. લઠ્ઠાકાંડમાં મૃતકના પરિજનો કલાપાત કરી રહ્યાં છે. લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાથી બે મહિલાના મોત નિપજ્યાં છે. સોંમવારે લઠ્ઠાકાંડનો બનાવ બનતા જ પોલીસના કાફલા સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી છે.

બરવાળા લઠ્ઠાકાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ATS ની ટીમ પણ તપાસ હાથ ધરી અત્યાર સુધીમાં 14 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના જણાવ્યા અનુસાર દારૂની અંદર મિથાઈલ કેમિકલ ભેળવી દારૂ વેચવામાં આવ્યો હતો. ઓરાપીએ કબૂલાત કરી હતી કે મિથાઈલ કેમિકલ એક કંપનીમાંથી ચોર્યું છે. 600 લિટર કેમિકલ 14 બુટલેગરોને વેચવામાં આવ્યું હતું. અને આ બુટલેગરોએ 98% કેમિકલમાં માત્ર 2 % પાણી ઉમેરું 40ની પોટલીમાં લોકોને વેચી દીધુ હતું. પોલીસ 450 લિટર જેટલું કેમિકલ જપ્ત કર્યું છે. તેમજ ઈરાદાપૂર્વ કાંડ કર્યાનો ગુનો નાંધી 14 બુટલેગરોની પૂથપરથ કરવામાં આવી રહી છે.

પોલીસના કહ્યું અનુસાર લોકોએ દારૂ નહિ પણ કેમિકલ પીધું હતું
SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, આ ઘટનાના મૂળ સુધી જવા માટે એક SOP પણ તૈયાર કરવામાં આવી છે બીજીવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે. તેમજ દરેક મુદ્દાઓ તપાસી રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. મિથાઇલ કેમિકલને લગતા નિયમો બનાવવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર રોજીદ ગામના બુટલેગરે લોકોને કેમિકલ આપ્યું હતું. પોલીસે કહ્યા અનુસાર કેમિકલ પીવાને કારણે મૃતકોના મોત થયા છે, પોલીસના કહેવા પ્રમાણે મૃતકોએ દારૂ નહીં પણ કેમિકલમાં પાણી નાંખી પીધો હતો.

FSL રિપોર્ટમાં શું આવ્યું
FSLની રિપોર્ટ અનુસાર અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. જેમાં માત્ર 2 % પાણીનો જ ઉપયોગ કરી ગ્રાહકોને વેચી દેવામાં આવ્યું હતું. હાલમાં 80થી 90 લોકોની FSL રિપોર્ટના આધારે સારવાર ચાલી રહી છે.

મહિલા ASI સસ્પેન્ડ
સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 8 ગામોના 14 બુટેલગરોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ મહિલા ASIની જાણમાં દારૂના વેચાણનું સેટિંગ કરાવવામાં આવ્યું હોવાની ઓડિયો ક્લિપ ફરતા મહિલા ASI યાસ્મિન જગરેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇને તાત્કાલિક બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.

Most Popular

To Top