SURAT

બારડોલી: પ્રેમિકા સાથે લગ્નમાંથી પરત ફરતો યુવક લઘુશંકા કરવા ઊભો રહેતાં જ ઢળી પડ્યો

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના ઓરગામનો યુવક બાજુના સિંગોદ ગામની પ્રેમિકા સાથે મોટરસાઇકલ પર મોરી ગામે લગ્નમાં ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સમથાણ ગામની (Village) સીમમાં લઘુશંકા માટે મોટરસાઇકલ ઊભી રાખી ખેતરમાં (Farm) ગયો હતો. ત્યાં અચાનક નીચે પડી ગયા બાદ બેભાન (Unconscious) થઈ ગયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

  • ઓરગામનો યુવક સિંગોદ ગામની પ્રેમિકા સાથે બાઇક પર મોરી ગામે લગ્નમાં ગયો હતો
  • સમથાણ ગામની સીમમાં નહેર પાસે મોટરસાઇકલ ઊભી રાખી, પ્રેમિકાને મોટરસાઇકલ પાસે ઊભી રાખીને ખેતરાડી વિસ્તારમાં લઘુશંકા કરવા ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ઓરગામના ભીલ ફળિયામાં રહેતો કૌશિક કિરણ રાઠોડ (ઉં.વ.20) મંગળવારે ઘરેથી મોટરસાઇકલ લઈને નીકળ્યા બાદ બાજુના સિંગોદ ગામે રહેતી તેની પ્રેમિકા સાથે મોરી ગામે લગ્નપ્રસંગમાં ગયો હતો. સાંજના સમયે લગ્નમાં હાજરી આપી બંને પરત ફરી રહ્યાં હતાં. એ સમયે કૌશિકને લઘુશંકા લાગતાં સમથાણ ગામની સીમમાં નહેર પાસે મોટરસાઇકલ ઊભી રાખી હતી અને તે પ્રેમિકાને મોટરસાઇકલ પાસે ઊભી રાખીને ખેતરાડી વિસ્તારમાં લઘુશંકા કરવા ગયો હતો. થોડીવાર રાહ જોયા બાદ પણ તે પરત નહીં ફરતાં પ્રેમિકાએ સ્થળ પર પહોંચીને જોતાં કૌશિક ઊંધો પડેલો હતો અને તેના બંને પગ પાણીની નીકમાં હતા. તેને ઉઠાડવાનો પ્રયત્ન કરતાં તે ન ઊઠતાં ગભરાઈ ગયેલી પ્રેમિકાએ કૌશિકના બનેવી કિશનને ફોન કરી જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોતાથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
બારડોલી : બારડોલી ગ્રામ્ય પોલીસે મોતા ગામના નવી ગિરનાર ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ઝડપી પાડ્યો હતો. જ્યારે ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા. બારડોલી ગ્રામ્ય પોલીસે મોતા ગામના નવી ગીરનાર ફળિયામાં રહેતા નવીન બચુ રાઠોડના ઘરે રેડ કરી ઘરમાંથી 904 બોટલ કિંમત રૂ.52,000નો વિદેશી દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ 55 હજારના મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે નવી રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે મુદ્દામાલ લાવનાર રાહુલ નવીન રાઠોડ, મંગાવનાર ચંદનસિંગ રતનસિંગ રાવત (રહે.,મોટી ફળોદ, રોડ ફળિયું, તા.બારડોલી), રાકેશ સોમા રાઠોડ (રહે., ડુંગર ગામ, તા, કામરેજ, જિ.સુરત) અને બળવંત ઉક્કડ રાઠોડ (રહે.,નગોડ, તા.કામરેજ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top