Dakshin Gujarat

બારડોલીનો ચોંકાવનારો કિસ્સો- ભણાવવાના બહાને તરુણીને સાથે લઈ ગયા અને પછી..

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના એક ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગા ફૂવાએ (Uncle) તેના ઘરે રહેતી 16 વર્ષીય તરુણી પર બળાત્કાર (Rape) ગુજારી તેને ગર્ભવતી બનાવી દેતાં ચકચાર મચી ગઈ છે. નરાધમ ફૂવો છેલ્લા 1 વર્ષથી ભત્રીજી (Niece) પર બળાત્કાર ગુજારતો હતો. માતા-પિતા (Mother Father) પાસે ઘરે આવેલી તરુણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તબીબી તપાસ દરમિયાન તેણીને 7 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવતાં આ ભાંડો ફૂટ્યો હતો. પોલીસે (Police) લંપટ ફૂવાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

  • ભણાવવાના બહાને ઘરે લઈ જઈ ફૂવાએ બળાત્કાર કરતાં સગીરાને 7 મહિનાનો ગર્ભ રહી ગયોબારડોલીની ઘટના, નરાધમ ફૂવો છેલ્લા 1 વર્ષથી ભત્રીજી પર બળાત્કાર ગુજારતો હતો
  • અભ્યાસ કરાવવા લઈ ગયા બાદ સગીરા પાસે મજૂરી કરાવાતી હતી
  • ગર્ભવતી થતાં તરુણીને તેનાં માતાપિતા પાસે મૂકી જતાં ભાંડો ફૂટ્યો

પ્રાપ્ત માહિતી મુજબ બારડોલી તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવાર તેના બે પુત્રો અને પુત્રી સાથે રહે છે. ગામમાં પાંચમા ધોરણ સુધીની જ શાળા હોવાથી પુત્રીને તેના ફોઇ-ફૂવા વધુ અભ્યાસ માટે પોતાના ઘરે લઈ ગયાં હતાં. પરંતુ ત્યાં અભ્યાસ કરવાની જગ્યાએ તે ઘરકામ અને મજૂરીકામ જ કરતી હતી. તેણી તેના ફોઇ-ફૂવા સાથે જ રહેતી અને પોતાના ઘરે આવતી તો પણ ફોઇ-ફૂવા સાથે આવીને પરત જતી રહેતી હતી.

દરમિયાન ત્રણેક મહિના પહેલાં ફૂવો તરુણીને તેનાં માતાપિતા પાસે મૂકી ગયો હતો. બીજા દિવસે તરુણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તેણીની માતા અને દાદી સરકારી દવાખાને બતાવવા માટે ગયા હતા. જ્યાં તેણીને સાત માસનો ગર્ભ હોવાનું તબીબી તપાસમાં સામે આવતાં પરિવારજનોના પગ તળેથી ધરતી ખસી ગઈ હતી. માતાએ ગર્ભ બાબતે પૂછતાં તરુણીએ તેના 46 વર્ષીય ફુવા દરરોજ ઘરમાં કોઈ હાજર ન હોય ત્યારે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમજ કોઈને કહેશે તો મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

1 વર્ષ સુધી 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું. અને સગીરા ગર્ભવતી થતાં લંપટ ફૂવાની ખરાબ કરતૂત બહાર આવી હતી. સમગ્ર મામલે સગીરાની માતાએ બારડોલી રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં બારડોલી CPI જે.એ.બ્રહ્મભટ્ટે આરંભી લંપટ ફૂવા સુરેશ હળપતિની અટક કરી છે. અને તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top