National

દેશભરની બેંકોમાં 2000ની નોટો બદલી આપવાની શરૂઆત થઇ

નવી દિલ્હી : જેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરાઇ છે તે બે હજારની નોટો બદલી આપવાની શરૂઆત આજે દેશભરની બેંકોમાં વિધિવત રીતે થઇ હતી જે ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે પહેલા દિવસે બેંકોમાં નાની નાની કતારો જોવા મળી હતી, ભાગ્યે જ કોઇ સ્થળે મોટી ભીડ દેખાઇ હતી.

રદ કરવામાં આવેલી 2000 રૂપિયાની ચલણી નોટો બદલવા માટે શરૂ થયેલા 131 દિવસીય વિન્ડો પર મંગળવારે પાન અથવા આધાર જેવા અધિકૃત રીતે માન્ય ઓળખ કાર્ડ અને સત્તાવાર ફોર્મની જરૂરિયાત પર કેટલીક બેંકોમાં નાની કતારો જોવા મળી હતી. તેમ જ નિયમો અંગે હજી પણ કેટલીક બેંકોમાં મૂંઝવણ હતી.

નવેમ્બર 2016થી વિપરીત, જ્યારે જૂની 500 અને 1000 રૂપિયાની નોટો – જે ચલણમાં ચલણનો લગભગ 86 ટકા ભાગ હતી તેને ચલણમાંથી પાછુ ખેંચવાી જાહેરાત કરાઇ હતી. જોકે, 2000 રૂપિયાની ચલણી નોટો હાલમાં કાનૂની ટેન્ડર તરીકે ચાલુ છે અને એક્સચેન્જ વિન્ડો 2016માં પૂરી પાડવામાં આવી હતી તેના કરતાં બમણી છે.

જ્યારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ માન્ય આઈડી અથવા ડિપોઝિટ ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવ્યું નથી ત્યારે કેટલીક જગ્યાએથી એવી ફરિયાદો આવી હતી કે બેંકો ગ્રાહકોને પુરાવા તરીકે ઓળખ કાર્ડ સબમિટ કરવાની માંગ કરી રહી છે.કેટલીક બેંકોએ ઈલેક્ટ્રોનિક એન્ટ્રી કરીને નોટો એક્સચેન્જ કરી હતી, અન્ય કેટલીક બેંકોએ ગ્રાહકોને કોઈ ઓળખનો પુરાવો આપ્યા વિના રજિસ્ટ્રારમાં તેમનું નામ અને મોબાઇલ નંબર લખવા કહ્યું હતું.

જોકે, કેટલાંક સ્થળોએ ગ્રાહકોએ જણાવ્યું હતું કે, તેમને તેમના પાન અથવા આધાર કાર્ડ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. થોડી સંખ્યામાં ગ્રાહકોએ દાવો કર્યો હતો કે તેઓ જે બેંકની મુલાકાતે ગયા હતા તેમણે નોટો બદલી ન હતી અને તેના બદલે તેમને તેમના ખાતામાં જમા કરવા કહ્યું હતું. શુક્રવારે જારી કરાયેલ આરબીઆઈ માર્ગદર્શિકા મુજબ, મંગળવારથી રૂ. 2,000ની એક્સચેન્જ સુવિધા ઉપલબ્ધ છે. વ્યક્તિ કોઈપણ ફોર્મ કે રિક્વિઝિશન સ્લિપ ભર્યા વિના એક સમયે રૂ. 20,000ની મર્યાદા સુધી એક્સચેન્જ કરી શકે છે. વધુમાં, વિનિમય સમયે ટેન્ડરર દ્વારા કોઈ ઓળખ પુરાવા સબમિટ કરવાની જરૂર નથી.

કેટલીક બેંકો આઈડી પ્રૂફ માગતી હોવાની ફરિયાદો ઉઠી
અગાઉ સ્ટેટે બેન્કે જણાવ્યું હતું કે નોટો બદલવા માટે કોઇ ઓખળના પુરાવાની જરૂર નથી પરંતુ કેટલીક બેંકો આજે આ પુરાવા માગી રહી હોવાની ફરિયાદો ઉઠી હીત. જે સંદર્ભમાં કોટક અને એચએસબીસી જેવી ખાનગી બેંકોએ કહ્યું હતું કે, તેઓ બિન-ખાતાધારકો માટે ફોર્મ/આઈડી પ્રૂફ માંગે છે. જોકે, એક્સિસ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, યસ બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે તેમની બેંકમાં કોઈપણ ફોર્મ અથવા આઈડી પ્રૂફ ફરજિયાત નથી. બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે, તેમને કોઈ ફોર્મની જરૂર નથી, પરંતુ બિન-ખાતાધારકો માટે આઈડી પ્રૂફની જરૂર છે. આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીએ કહ્યું છે કે તેમને તમામ ગ્રાહકોને ફોર્મ ભરવાની જરૂર છે, પરંતુ આઈડી પ્રૂફ માત્ર બિન-ખાતાધારકો માટે જરૂરી છે.

Most Popular

To Top