National

ભારતનો વધુ એક પાડોશી દેશ શ્રીલંકાની જેમ નાદાર થશે!, માત્ર પાંચ મહિના ચાલે તેટલો જ ખજાનો બચ્યો

બાંગ્લાદેશ: ભારત(India)નાં પાડોશી દેશો હાલમાં આર્થિક સંકટ સામે જ્જુમી રહ્યા છે. એક તરફ શ્રીલંકા(Sri Lanka) અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના ચલણમાં ધરખમ ઘટાડો થયો છે અને વિદેશી હૂંડિયામણનો ભંડાર ખાલી થઈ ગયો છે. તો બજી તરફ વધુ એક દેશ આર્થિક સંકટમાં સપડાય તેવા અહેવાલો છે. માહિતી મુજબ, પાડોશી દેશ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડાર પણ ખતમ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આવશ્યક ચીજવસ્તુઓ, કાચા માલસામાન અને ઈંધણ, માલસામાનની હેરફેર વગેરેના ભાવમાં થયેલા ભારે વધારાથી બાંગ્લાદેશ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જુલાઈથી માર્ચના સમયગાળામાં બાંગ્લાદેશના આયાત ખર્ચમાં 44 ટકાનો વધારો થયો છે.

વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધ્યું
બાંગ્લાદેશના એક અખબારના અહેવાલ મુજબ બાંગ્લાદેશનો આયાત ખર્ચ જે ઝડપે વધ્યો છે તે પ્રમાણે નિકાસમાંથી આવક વધી નથી. તેના કારણે વેપાર ખાધ વધી છે અને વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વેપાર ખાધ ધીમે ધીમે વધી રહી છે અને બાંગ્લાદેશ આયાત ખર્ચ ચૂકવવા માટે દેશમાં એકઠા થયેલા ડોલરનું વેચાણ કરવાનું ચાલુ રાખ્યું છે.

માત્ર પાંચ મહિના ચાલે તેટલો ખજાનો બચ્યો છે
બાંગ્લાદેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર ખતમ થઈ રહ્યો છે. દેશમાં જેટલું વિદેશી હૂંડિયામણ બચ્યું છે તેનાથી તો માત્ર પાંચ જ મહિનામાં ખતમ થવાની આશંકા છે. જો વૈશ્વિક બજારમાં ભાવ વધુ વધશે અને વિદેશી મુદ્રા ભંડાર પાંચ મહિના પહેલા સમાપ્ત થઈ જશે તેવો અંદાજ છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું દબાણ વધી રહ્યું છે
હાલમાં બાંગ્લાદેશ પાસે 42 બિલિયન યુએસ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે. પરંતુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બાંગ્લાદેશ પર સતત તેના વિદેશી મુદ્રા ભંડારની યોગ્ય ગણતરી કરવા દબાણ કરી રહ્યું છે. જો બાંગ્લાદેશ IMFના આ નિર્દેશનું ચુસ્તપણે પાલન કરે છે, તો નિકાસ ક્રેડિટ ફંડ્સ, સરકારી પ્રોજેક્ટ્સ, શ્રીલંકાને આપવામાં આવેલી રકમ અને સોનાલી બેંક (બાંગ્લાદેશની સરકારી બેંક)માં થાપણો સિવાય બાકીના વિદેશી હૂંડિયામણ અનામતની ગણતરી કરવી પડશે. એવું માનવામાં આવે છે કે આ ગણતરી બાદ બાંગ્લાદેશના વિદેશી મુદ્રા ભંડારમાં 7 ડોલર બિલિયનનો ઘટાડો થશે.

આર્થિક સંકટ વચ્ચે આશાની કિરણ
ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે બાંગ્લાદેશ હજુ પણ આશાનું કિરણ દેખાઈ છે. બાંગ્લાદેશને નિકાસમાંથી થતી આવકમાં વધારો થવાનો સિલસિલો યથાવત છે. ચાલુ નાણાંકીય વર્ષનાં જુલાઈ – એપ્રિલમાં સ્થાનિક કાપડ વેપાર, કૃષિ ઉત્પાદનો, ચામડા અને ચામડાની પેદાશોની નિકાસમાંથી બાંગ્લાદેશની આવક USD 1 બિલિયનને સ્પર્શી ગઈ છે. તેમજ શણ અને જ્યુટ ઉત્પાદનોમાંથી નિકાસ આવક પણ લગભગ એક ડોલર છે. જો બાંગ્લાદેશ સુનિશ્ચિત કરે છે કે નિકાસમાં ભ્રષ્ટાચાર ન થાય અને કોઈ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવામાં ન આવે તો નિકાસમાંથી વિદેશી આવક વધશે. આ બાંગ્લાદેશના વિદેશી હૂંડિયામણના ભંડારને ઘટવાનું ટાળશે, પછી ભલે આયાત ખર્ચમાં વધારો થતો રહે.

સરકાર લઇ રહી છે કડક પગલા
બૅન્ક ઑફ બાંગ્લાદેશે વર્તમાન ડૉલર કટોકટીનો સામનો કરવા માટે વૈભવી ઉત્પાદનોની આયાતને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. શેખ હસીના સરકારે સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બાંગ્લાદેશના અધિકારીઓ પ્રમાણમાં ઓછા તાકીદના પ્રોજેક્ટ્સને કામચલાઉ સ્થગિત કરવાનું પણ વિચારી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓએ સરકારના પગલાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે કટોકટી વધુ ખરાબ થાય તે પહેલાં કટોકટીના ધોરણે કેટલાક વધુ કડક પગલાંની જરૂર છે. બાંગ્લાદેશની આયાત વધી રહી છે બાંગ્લાદેશ તેના ઉદ્યોગોના કાચા માલ માટે આયાત પર નિર્ભર છે અને મોટાભાગના ઉદ્યોગોના કાચા માલની આયાત કરે છે. આ પછી, ઉપભોક્તા વસ્તુઓની સૌથી વધુ આયાત કરવામાં આવે છે. બાંગ્લાદેશના આયાત ચાર્ટમાં બળતણ તેલ પાંચમા ક્રમે છે.

Most Popular

To Top