Gujarat

બનાસકાંઠાના આ ગામમાં બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીઓ નિકળતા વાલીઓ રોષે ભરાયા

બનાસકાંઠા: ગુજનાતમાં બાળકોને પીરસાતુ મધ્યાહન ભોજન (Mid Day Meal) ફરી એકવાર ખરાબ ગુણવત્તાનું હોવાનું સામે આવતા વાલીઓ રોષે (Angry) ભરાયા છે. ઘટના બાનાસકાંઠાના ધાનેરાના થાવર ગામની મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બની હતી. બાળકોના મધ્યાહન ભોજનમાં કાંકરીઓ નિકળતા બાળકોએ વાલીને (Parents) ફરિયાદ કરી હતી. ત્યારે વાલીઓએ ગઇ કાલે શનિવારે શાળામાં આવી તપાસ (Checking) કરી હતી. જેમાં બાળકોના મધ્યાહન ભોજનના ઘઉંમાં કાંકરિઓ અને કાળી માટી સહિત અન્ય અખાધ્ય ખાતર મળી આવ્યું હતું. પરિણામે વાલીઓએ મધ્યાહન ભોજનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મળેલી માહિતી મુજબ વર્ષ 2022માં શાળાના આચાર્યએ મધ્યાહન ભોજનાના સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ત્યારે પણ બાળકોને મધ્યાહન ભોજનના મેન્યુ મુજબ ન અપાતા માત્ર સુકો નાસ્તો અપાતો હોવાની ફરિયાદ કારાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાયા ન હતાં. જેના કારણે આ સંચાલક વધુ બેફામ બન્યો હોય તેમ કહી શકાય છે. 2022માં કોઇ પગલાં ન લેવાતા ફરી આવો કિસ્સો બન્યો હતો. પરંતુ આ વખતે તો સંચાલકે હદ જ કરી દીધી છે. બાળકોના મીડ-ડે મીલ (મધ્યાહન ભોજન)ના ઘઉં માં કાળી માટી સાથે કાંકરીઓ અને અખાધ્ય ખાતના પણ અંશ મળી આવતા વાલીઓ ખૂબ રોષે ભરાયા છે.

ઘટનાની જાણ બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી. જેમાં ખાઈ ના શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. ત્યાર બાદ બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા હતા. સાથે જ શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો હતો. આ ઘટના બાદ વાલીઓએ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો કર્યા હતાં.

વધુમાં જાણકારી મળી હતી કે આ શાળામાં ગામના મોટા ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ તેઓના માતા-પિતા મજૂરી કામ કરે છે. જેના કારણે આ બાળકો વધુમાં વધુ મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય છે. ત્યારે આવી બેદરકારીથી બાળકોનું સ્વાસ્થ્ય બગળી શકે છે. જેની ગંભીરતા રાખવી ખૂબ જ જરૂરી છે. આ કારણે વાલીઓએ મધ્યાહન ભોજનના સંચાલક વિરૂધ્ધ મધ્યાહન ભોજનમાં ખરાબ જથ્થાને લઇને મામલતદારને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત પણ કરી હતી.

Most Popular

To Top