Sports

IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકાને 116 રનમાં સમેટી, અર્શદીપે 5 વીકેટ લઇ ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ (Oneday Series) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ અગાઉ તાજેતરમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તેના ઘણા ખેલાડીઓ ODI શ્રેણીમાં પણ રમતા જોવા મળશે. સૂર્યકુમાર ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, જ્યારે કેએલ રાહુલ (K L Rahul) ODIમાં કેપ્ટન છે. જ્યારે એઇડન માર્કરામ સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હારને ભૂલીને, કેપ્ટન કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ODI સાથે નવી શરૂઆત કરવા માંગે છે. દરમિયાન ભારતના ઘણા યુવા ખેલાડીઓ પણ આ શ્રેણીમાં પોતાની છાપ છોડવા માંગશે. આ મેચમાં સાંઇ સુદર્શન ડેબ્યુ કર્યું છે.

મળતી માહિતી મુજબ ભારતીય ટીમ છેલ્લા પાંચ વર્ષથી ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણી જીતી શકી નથી. આ પહેલા ભારતે 2017/18માં છ મેચોની શ્રેણી 5-1થી જીતી હતી. યજમાન ટીમે દક્ષિણ આફ્રિકામાં 2021/22ની ત્રણ મેચોની શ્રેણી 3-0થી જીતીને જીત મેળવી હતી.

ત્યારે આ મેચની પ્રથમ ઇનીંગ પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 27.3 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયા તરફથી અર્શદીપ સિંહે પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ અવેશ ખાને ચાર વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવે નંદ્રા બર્ગરને ક્લીન બોલ્ડ કરીને આફ્રિકાની ઇનિંગ્સને સમેટી લીધી હતી.

તેમજ ભારતની બેટીંગ શરૂ થતાં જ ઋતુરાજ ગાયકવાડ 10 બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો. તેમજ ચોથી ઓવરના ચોથા બોલ પર વિયાન મુલ્ડરે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ગાયકવાડના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો. હમાણા સુધીમાં ભારતે ચાર ઓવરમાં એક વિકેટ ગુમાવી 28 રન બનાવ્યા છે. હાલ સાઈ સુદર્શન 16 અને શ્રેયસ અય્યર પાંચ રન બનાવીને નોટ આઉટ છે.

ભારતની પ્લેઇંગ 11 ટીમ: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, શ્રેયસ ઐયર, સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ 11 ટીમ: એઇડન માર્કરામ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી જોર્જી, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન (વિકેટમાં), ડેવિડ મિલર, એન્ડીલે ફેહલુકવાયો, વિયાન મુલ્ડર, નાન્દ્રે બર્જર, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી.

Most Popular

To Top