Dakshin Gujarat

અંકલેશ્વરની ઝાયડસ કેડીલા હેલ્થકેરમાં ડ્રમમાં બ્લાસ્ટ થતાં 2 કામદાર દાઝ્યા

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડસ કેડીલા હેલ્થકેર કંપનીના પ્લાન્ટમાં કેમિકલ ભરેલ ડ્રમમાં બ્લાસ્ટ થતાં બે કામદાર દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઝાયડસ કેડીલા હેલ્થ કેર યુનિટ-૨માં ઇટીપી પ્લાન્ટમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડ કેમિકલ ભરેલ ડ્રમ લારી પર લઇને જતા હતા. એ દરમિયાન અચાનક સોડિયમ હાઈપો ક્લોરાઇડ ડ્રમ ફાટતાં લારી લઈને જઈ રહેલા ૫૨ વર્ષીય યુસુફ મુસા પટેલ અને જોગીન્દર રાજભાસી શુકલા દાઝી ગયા હતા. આ અંગેની જાણ થતા કંપની સંચાલકો દોડી આવી બંને કામદારને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top