Dakshin Gujarat

અંકલેશ્વર: લો કરો વાત બુલેટ ટ્રેનની કામગીરીની સાઈટ પરથી રૂ.1.90 લાખના સામાનની ચોરી

ભરૂચ: અંકલેશ્વર-(Ankleshwar) હાંસોટ રોડ ઉપર આવેલી કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલએન્ડટી કંપની (L&T Company) દ્વારા બુલેટ ટ્રેનની (Bullet Train) કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાઈટ પરથી ઇન્વર્ટર સિસ્ટમ સહિતનો સામાન મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલી કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલએન્ડટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે સ્થળે વી.જે.પી.એન. એન્જિનિયરિંગ કંપનીની સાઈટ આવેલી છે. જે કંપની દ્વારા ફેબ્રિકેશનના પાઈપ લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે.

ઇન્વર્ટર સિસ્ટમ સહિતનો સામાન મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી
ત્યારે ગત તા.22 જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી સુધીમાં કંપનીની સાઈટ સ્થિત સ્ટોર રૂમ કેબિનને તસ્કરોએ નિશાન બનાવી હતી. અને તેમાં રહેલ થ્રી ફેઝ કેબલ, ગ્રાઇન્ડિંગ મશીન, ઇન્વર્ટર સિસ્ટમ સહિતનો સામાન મળી કુલ 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લોક દરબારમાં ટ્રાફિક, ચોરીના બનાવોની ચર્ચા કરવામાં આવી
વાંસદા : વાંસદા પોલીસ સ્ટેશનમાં જિલ્લાના ડી.વાય.એસ.પી. એસ.કે.રાયની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર યોજાયો હતો. જેમાં વાંસદાના પીઆઇ બી.એમ. ચૌધરી, પી.એસ.આઈ પી.વી. વસાવા તેમજ પોલીસ સ્ટાફ અને વાંસદા તાલુકાના સરપંચો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.સી.ટી.વી. કેમેરા, ટ્રાફિકની સમસ્યા, ચોરીના બનાવ જેવી અગત્યની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા પણ સરપંચો અને ગ્રામજનોને પોતાના ગામમાં થતી શંકાસ્પદ હીલચાલ બાબતે તુરંત નજીકના બીટ પોલીસ જમાદારનો સંપર્ક સાધવા જણાવ્યું હતું.

ફેબ્રીકેશન ના કેબીન માંથી 1.90 લાખ ના સામાન ની ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આમળાખાડી પાસે વી.જે.પી.એન એન્જીનીયરીંગ દ્વારા .ફેબ્રીકેશનનું પાઈપલાઈન નું કામ ચાલુ કરવા માટે મુકેલ સ્ટોર રૂમ કેબીન માંથી રૂપિયા 1.90 લાખ ના ફેબ્રીકેશન ના વિવિધ સામાન ની ચોરી થતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે .પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર એલ.એન્ડ.ટી કંપની નું આમળાખાડી પાસે બુલેટ ટ્રેન લાઈન ની કામગીરી ચાલી રહી છે.જેમાં જેમાં વી.જે.પી.એન એન્જીનીયરીંગ દ્વારા .ફેબ્રીકેશન ની પાઈપલાઈન નો કોન્ટ્રાકટ ચાલી રહ્યો હોવા થી વી.જે.પી.એન એન્જીનીયરીંગ દ્વારા આમળા ખાડી ની બાજુમાં સ્ટોર રૂમ કેબીન મુકવામાં આવી છે.જેમાં ફેબ્રીકેશન ના કામ માટે નો જરૂરી સામાન મુકવામાં આવ્યો હતો ગત તારીખ 22 જાન્યુઆરી ના રોજ રાત્રી ના અરસામાં તસ્કરો એ કેબીન ને નિશાન બનાવી તેમાંથી ઇન્વર્ટર સીસ્ટમ ,હેકસો બ્લેડ ,વેલ્ડિંગ નો વિવિધ સામાન ,ગ્રાઈન્ડર મશીન ,વેલ્ડિંગ મશીન , કેબલો સહીત અન્ય ફેબ્રીકેશન ના વિવિધ સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

Most Popular

To Top