Dakshin Gujarat

અંકલેશ્વર: યુનિયન બેંકમાં 44 લાખની ધાડના ગુનામાં લૂંટારૂઓને આશ્રય આપનારની કરાઈ ધરપકડ

અંકલેશ્વર:અંકલેશ્વર (Ankleshwar) યુનિયન બેંકમાં (Union Bank) 44 લાખ રૂપિયાની ધાડના (Raid) ગુનામાં લૂંટારૂ (Robbar) ઓને આશ્રય આપનાર સ્થાનિકની ધરપકડ (Arrest) કરાઈ છે. ધોળા દિવસે 44 લાખ રૂપીયાની લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂઓને ગણતરીના સમયમાં ઝડપી પાડનાર ભરૂચ જિલ્લા પોલીસે ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પડ્યો છે. ધરપકડ કરાયેલ આરોપી શ્રીરામ મંડલે લૂંટારૂઓને આશ્રય આપ્યો હતો. લૂંટની ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે 100 થી વધુ પોલીસકર્મીઓના કાફલાએ સારંગપુર વિસ્તારને ધમરોળી મોટી સંખ્યામાં બેનંબરી ગતિવિધિઓ ઝડપી પાડી હતી. આ ઘટનાના બે દિવસ બાદ આ વિસ્તરનો લૂંટના ગુનામાં સક્રિય આરોપી આજ વિસ્તારમાંથી ઝડપાઇ જતા મોટી સફળતા માનવામાં આવી રહી છે.

ધોળા દિવસે લાખોની લૂંટ થઇ હતી
ગત મહિનાની 4 ઓગસ્ટના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણ્યા બુકાનીધારી લુટારૂઓ બે બાઇક ઉપર આવી અંક્લેશ્વર શહેરમાં પીરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ૪૪,૨૪,૦૧૫/- થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટયા હતા. ઘટનાની માહિતી મળતા ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા પોલીસ અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે આવેલ સારંગપુર વિસ્તારમાંથી રોકડ રૂપિયા ૩૭,૭૯,૧૩૦/- તથા પાંચ દેશી બનાવટના તમચા સાથે કુલ મુદામાલ ૩૩,૮૮,૮૩૦/- નો કબ્જે કરવામાં આવ્યો હતો સાથે કુલ-૮ આરોપીઓને અટક કરવામાં આવી હતી.
લૂંટારૂઓને આશરો આપનાર ઝડપાયો
આ ગુનાની તપાસ આર.એચ.વાળા અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેકટર નાઓ ચલાવી રહ્યા છે. આ ગુનામા મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો પકડવાનો બાકી હોય તે દરમ્યાન બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ તેના મિત્ર સાલ મંડલ તથા શ્રીરામ મંડલએ આશરો આપેલ હતો જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતા આરોપી શ્રીરામ મંડલ મળી આવ્યો હતો. શ્રીરામ શ્યામસુંદર મંડલ ઉ.વ.ર૬ હાલ રહે. મ.નં.૧૬૯, સોનમ સોસાયટી, સારંગપુર અને મુળ રહે.ભાગલપુર બિહારની તપાસ કરતા લુટમાં ગયેલ અસલ રોકડ રૂપિયા ૧,૪૦,૬૭૦/- મળી આવ્યા હતા . ગુનાનો મુખ્ય આરોપી દિવાકર ઉર્ફે ડીસ્કો લુંટ કર્યા બાદ સાહુલ સાથે શ્રીરામ મંડલના રૂમમાં રોકાયેલ બાદમાં આરોપી સાહુલ આ ગુનાના મુખ્ય આરોપી દિવાકરને વાપી મુકવા ગયો હતો તે હકીકત ધ્યાને આવેલ છે. આ ગુનાના આરોપી દિવાકર તથા સાહુલને પકડવાની તજવીજ હાથ ધરેલ છે.

Most Popular

To Top