Entertainment

શાહરૂખ ખાને સિક્સ પેક એબ્સમાં શર્ટલેસ ફોટો શેર કર્યો, પત્ની ગૌરીએ આપી આ પ્રતિક્રિયા

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન (Shahrukh Khan) હાલમાં તેની ખૂબ રાહ જોવાતી ફિલ્મ પઠાણ (Film Pathan) ને લઈ ચર્ચામાં છે. શાહરૂખ ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘પઠાણ’ સાથે બોક્સ ઓફિસ પર ફરી ધમાકેદાર એન્ટ્રી કરશે. તાજેતરમાં તેણે તેના ચાહકોને ચોંકાવી દેતો એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેના સિક્સ પેક એબ્સ દેખાડી રહયો છે. આ શર્ટ વગરની તસ્વીરમાં શાહરૂખનો ન્યૂ લૂક જોવા મળી રહ્યો છે. જેને લઈને તેની પત્ની ગૌરી ખાને એક ટિપ્પણી પણ કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.

  • શાહરૂખ ખાને ઇન્સ્ટા પર સિક્સ પેક એબ્સમાં શર્ટલેસ ફોટો શેર કર્યો
  • શાહરૂખની પત્ની ગૌરી ખાને તેના ફોટો પર એક ટિપ્પણી પણ કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે
  • શાહરૂખ ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘પઠાણ’ સાથે બોક્સ ઓફિસ પર ફરી ધમાકેદાર એન્ટ્રી કરશે

ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખનો ફોટો વાયરલ
શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે શર્ટલેસ છે અને સોફા પર પર તેના બંને હાથ ફોલ્ડ કરીને બેઠો છે. શાહરૂખના વાળ આ ફોટોમાં લાંબા છે જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે અને તેનું વલણ જોવા યોગ્ય છે. આ ફોટામાં તેણે ખૂબ જ રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું કે આજે હું મારા શર્ટને કહી રહ્યો છું, તુમ હોતી તો કૈસા હોતા, તુમ ઇસ બાત પર હેરાન હોતી, તુમ ઇસ બાત પર હંસતી, તુમ હોતી તો એસા હોતા.. મુજે ભી પઠાન કા ઇંતજાર હૈ…

શાહરૂખના ચાહકો ચિત્ર જોયા પછી પાગલ થયા
ચાહકો શાહરૂખની આ તસવીરને જોઈ જોરદાર મજા લૂંટી રહ્યા છે. આ પોસ્ટ પર ટિપ્પણી કરતાં એક ચાહકે લખ્યું કે બધા ઓલ ધ બેસ્ટ સર.. પઠાણ માટે. જ્યારે બીજા યૂઝરે લખ્યું કે હવે પઠાણની રાહ નથી જોવાતી, લવ યુ શાહરૂખ સર.

ગૌરીએ કિંગ ખાનના ફોટો પર આપી મજેદાર પ્રતિક્રિયા
શાહરૂખની આ તસવીર પર ટિપ્પણી કરતાં તેની પત્નીએ તેની મજાક ઉડાવી હતી. આ ચિત્રમાં આપેલા કેપ્શનને જોતા ગૌરીએ ટિપ્પણી કરી છે કે ઓહ ગોડ! હવે તેમણે તેમના શર્ટ સાથે પણ વાત કરવાનું શરૂ કરી દીધું. ચાહકો ગૌરી ખાનની આ ટિપ્પણીની પણ ખૂબ મજા લૂંટી રહ્યા છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રજૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ રજૂ થશે.

Most Popular

To Top