Entertainment

“એનિમલ”ની સક્સેસ પાર્ટીમાં રણબીર-આલિયાના પરિવારનો જલવો, અન્ય બોલિવૂડ સ્ટાર્સ પણ દેખાયા

મુંબઇ: રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’એ (Animal) બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. ક્રિટિક્સ અને ઓડિયન્સને ‘એનિમલ’ ખૂબ જ પસંદ આવી છે. દરમિયાન ફિલ્મની અપાર સફળતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘એનિમલ’ની બીજી સક્સેસ પાર્ટીનું (Success Party) આયોજન કરવામાં આવ્યું છે.

આ પાર્ટીમાં રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt) અને આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ સાથે જ સક્સેસ પાર્ટીમાં બોલિવૂડના તમામ સેલેબ્સે પણ ભાગ લીધો હતો. ‘એનિમલ’ સક્સેસ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન સક્સેસ પાર્ટીમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ ક્યૂટ અંદાજમાં જોવા મળ્યા હતા.

ફિલ્મની ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા મુંબઈમાં એક સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન રણબીર કપૂર તેના આખા પરિવાર સાથે ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટીમાં આલિયા ભટ્ટે પોતાની સ્ટાઈલ અને ચાર્મથી ઘણી લાઇમલાઇટ મેળવી છે. આલિયા ભટ્ટ ‘એનિમલ’ સક્સેસ પાર્ટીમાં બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. આલિયા ભટ્ટના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શનિવારે રાત્રે અભિનેતા તેની પત્ની આલિયા ભટ્ટ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. વેલ્વેટ બ્લેઝર સાથે બ્લેક સૅટિન શર્ટમાં રણબીર હૅન્ડસમ લાગતો હતો, જ્યારે બીજી તરફ આલિયા બેકલેસ બ્લૂ સાટિન ગાઉનમાં સુંદર લાગી રહી હતી. ‘એનિમલ’ સક્સેસ પાર્ટીમાં રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ પણ પાપારાઝીની સામે ફેમિલી ફોટો માટે પોઝ આપતા જોવા મળ્યા હતા.

‘એનિમલ’ સક્સેસ પાર્ટીમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ઇવેન્ટની થીમને અનુસરીને, દરેક વ્યક્તિ કંઈક કાળું પહેરીને આવ્યા હતા. પાર્ટીમાં અભિનેતા રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી, રશ્મિકા મંદન્ના, પ્રેમ ચોપરા, સૌરભ સચદેવા, ઉપેન્દ્ર લિમયે, સુરેશ ઓબેરોય, સિદ્ધાંત કર્ણિક, સંદીપ રેડ્ડી વાંગા, નિર્માતા ભૂષણ કુમાર અને અન્ય લોકો સામેલ થયા હતા. ડીનો મોરિયા, વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી, રાશા થડાની, જેનેલિયા અને રિતેશ દેશમુખ જેવા અન્ય ઘણા કલાકારો પણ પહોંચ્યા હતા.

Most Popular

To Top