Gujarat Main

અમદાવાદના એરપોર્ટ પરથી સાઉથ આફ્રિકાનો શખ્સ 5 કરોડના હેરોઈન સાથે ઝડપાયો

ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરીને તેની પાસેથી 4 કિલો હેરોઈન જપ્ત કરી લીધુ છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5 કરોડ થવા જાય છે. આ હેરોઈન ખાદ્ય પદાર્થના પ્સાસ્ટિકના પેકિંગમાં અંદર છુપાવવામાં આવ્યુ હતું.

એનસીબીના ઝોનલ ડાયરેકટ એસ કે મિશ્રાએ કહ્યું હતું કે અમદાવાદના એરપોર્ટ પરથી હેરોઈનની હેરાફેરીના ઈન્ટેલીજન્સ ઈન્પુટ અમને મળ્યા હતા. જેના પગલે એક આખી ગેંગ પર એનસીબીની સતત વોચ હતી. એવામાં ડેરીક પિલ્લાઈ જહોનીસબર્ગથી ભારત આવી રહ્યો હતો. તેની પણ માહિતી અમારી પાસે હતી. જેના પગલે એનસીબીની ટીમ એલર્ટ પર હતી.

તે દરમ્યાન ડેરીક પિલ્લાઈ અમદાવાદમાં ફલાઈટમાં આવ્યો કે તંરત જ તેને ઝડપી લઈને તેના સામાનની તપાસ કરવામા આવતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનું 4 કિલો હેરોઈન મળી આવતા તે જપ્ત કરી લેવાયું હતું. આતરરાષ્ટ્રી બજારમાં આ હેરોઈનની કિંમત 5 કરોડ થવા જાય છે. મિશ્રાએ કહ્યું હતું કે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતમાં હેરોઈન ઘુસાડવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદના એસવીપી એરપોર્ટ પરથી આટલી મોટી માત્રામાં હેરોઈનનો જથ્થો પહેલી વખત જપ્ત થયો છે.

Most Popular

To Top