Gujarat

જીટીયુમાં ફોરેન લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ “મોન્ડલી લેગ્વેજીસ” શરૂ કરાયો

જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી શકે. તે માટે રોમાનીયાના એટીઆઈ સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના હસ્તે આ પ્રોગ્રામનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે રોમાનીયાની મોન્ડલી લેંગ્વેજ લર્નિંગ એપના ગ્લોબલ ડિરેક્ટર ક્રિશ નીકોફરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિદેશની કંપનીમાં નોકરી મેળવતાં હોવાથી આ પ્રોગ્રામ ખૂબ જ મદદરૂપ થશે.

મોન્ડલી રોમાનિયાના એટીઆઈ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલા લેગ્વેંજ લર્નીંગ એપ્લિકેશન છે. જેમાં જુદાં- જુદાં દેશની 41થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલી છે. જેનો મૂળહેતુ વૈશ્વિક સ્તરે જુદી-જુદી સંસ્કૃત્તિમાં બોલાતી ભાષાઓને દરેક વિદ્યાર્થી શીખી શકે અને તેના કાર્યસ્થળ પર પણ તેનો સવિશેષ ઉપયોગ કરી શકાય.

જીટીયુમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવામાં પણ સરળતાં રહશે. આ ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓને ફ્રેન્ચ, જર્મન, સ્પેનિસ, અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા શીખવી હોય તો, મોન્ડલીના લાયસન્સથી પોતાના લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ કે કૉમ્પ્યુટરમાં તેમની અનુકૂળતાએ 41માંથી કોઈ પણ ભાષા શીખી શકશે.

Most Popular

To Top