SURAT

‘કતારગામ જીઆઈડીસીનો દાદો છું, જે હોય તે આપી દે, પોલીસને કહેશે તો મારી નાખીશ’ કહી લૂંટ ચલાવાઈ

સુરત : અમરોલી (Amaroli) ખાતે રહેતા અને ટેમ્પો ચાલાવતા યુવકને અજાણ્યાએ ચપ્પુની અણીએ લૂંટી લીધો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ (Police) સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.અમરોલી ખાતે કાલીદાસ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પંકજકુમાર રનજીત દુબે કતારગામ જીઆઈડીસીમાં ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 30 ડિસેમ્બરે રાત્રે કામ પતાવીને ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે ફુલપાડા ગામ તરફ જતા મહાકાળી એપાર્ટમેન્ટની સામેના રસ્તા પર એક અજાણ્યા પાછળ ચાલતો આવ્યો હતો. અને આવીને પાછળથી પકડીને બે ત્રણ થપ્પડ મારી હતી. અને ચપ્પુ બતાવીને પોતાનું નામ શનીસીંગ હોવાનું અને તે કતારગામ જીઆઈડીસી (Katargam GIDC) વિસ્તારનો દાદા હોવાનું કહ્યું હતું.

તારી પાસે જે હોય આપી તે તેમ કહીને યુવક પાસેથી મોબાઈલ ફોન, ખીસ્સામાં રહેલા રોકડા 700 રૂપિયા તથા ઘડીયાળ લૂંટી લીધી હતી. અને જો તું પોલીસ અથવા બીજા કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન પોલીસે આરોપીને પકડી પાડ્યા બાદ પંકજે તેને ઓળખી બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

જર્મનની કંપનીનું ટેન્ડર રિજેક્ટ થતા મુંબઈના વેપારીને સુરત બોલાવી લૂંટી લેવાયો
સુરત : બે દિવસ પહેલા મુંબઈના વેપારીને સુરત બોલાવી સ્ટેશનથી અપહરણ કરી સુમસામ જગ્યા પર લઈ જઈ તેની આંખમાં મરચાની ભુકી નાખી 90 હજારની લૂંટ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનાના આરોપીને મહારાષ્ટ્રના પૂંણે ખાતેથી ઝડપી પાડ્યો હતો.મુબઈના થાણે ડોમ્બીવલી મીલાપનગર માઉલી બંગ્લોઝ ખાતે રહેતા 60 વર્ષીય ચંદ્રકાંત મધુસુદન દાતાર ડોમ્બીવલીમાં ગ્લોબલ રીચ એન્જિનિયરરિંગ નામની મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. ચંદ્રકાંતભાઈનો છ મહિના પહેલા પવઈ મુંબઈના કોઈ વ્યક્તિના રેફરન્સથી સુરતના ચૌધરીને સોલાર પેલનમાં વપરાતા ચોર પાર્ટીનો 2 હજારના ઓર્ડર અંગે વાતચીત કરી હતી. અને આ વાતચીત દરમિયાન ચૌધરી નામના વ્યક્તિએ ચંદ્રકાંતભાઈને ફોન કરી પાર્ટના ઓર્ડરની ડીલ અંગે ચર્ચા કરી સુરતમાં કડોદરા ખાતે આવેલી તેની સોલેરીયમ કંપની ખાતે બોલાવ્યો હતો.

સુરત બોલાવવા પ્લાન ઘડી દસ દિવસ માટે મકાન ભાડે લીધું
આરોપી ગણેશે મુંબઈના વેપારી પાસેથી પૈસા કઢાવવા માટે પ્લાન ઘડ્યો હતો. સુરતમાં તેનો મિત્ર પ્રદિપ રહેતો હોવાથી પ્રદિપ સાથે વાત કરીને ડિંડોલી વિસ્તારમાં માત્ર દસ દિવસ માટે એક મકાન ભાડે રાખ્યું હતું. બાદમાં એક ડમી સીમ ખરીદ્યું હતું. પછી ચંદ્રકાંત સાથે વોટ્સએપ કોલ અને મેસેજ કરીને સુરતમાં પોતાની કંપની તેને મોટો ઓર્ડર આપવા માંગતી હોવાનું કહીને સુરત બોલાવ્યો હતો. અને તેનું અપહરણ કરી મારમારી લૂંટી લીધો હતો.

Most Popular

To Top