SURAT

‘મને ઓળખતો નથી બોલાવ તારા સાહેબને’ કહી ટ્રાફિક પીઆઇ સાથે કરી ગાળા ગાળી

સુરત: પુણા આઈમાતા (Aimata) ચાર રસ્તા પાસે ઓવર સ્પીડ (Over speed) બાઈક (Bike)હંકારનારને પોલીસ કોન્સ્ટેબલે ઉભા રાખ્યા હતા. પો.કોન્સ્ટેબલ, (Police Constable) ટીઆરબી જવાન (TRB Jawan) ઉપરાંત પીઆઇ સાથે જીભાજોડી કરી તે મને કેમ ઉભા રાખ્યો, તું મને ઓળખતો નથી એમ કહી ઝપાઝપી કરનાર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો.પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટ્રાફિક પોલીસ રીજીયન 2 ના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામદાન ગઢવી ગઈકાલે સાંજે ટીઆરબી જવાન સુનીલ રાજેન્દ્ર વાઘ, દિેનેશ વિલાસભાઇ, શ્યામ રામકૃષ્ણ અને શીવકુમાર તથા સંતોષ બલીરામ સાથે પુણા આઇમાતા ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળતા હતા.

ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી હતી
કબૂતર સર્કલ તરફથી ઓવર સ્પીડમાં આવતા બાઇક ચાલકને હાથના ઇશારે ઉભા રાખ્યા હતા. પરંતુ ચાલકે બાઇક પર લગાવેલું દૂધનું સ્ટેન્ડ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામના પગ પર ચઢાવી દીધું હતું. અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાથે ઉભેલા ટીઆરબી જવાને બાઇકને ઉભી રાખી હતી. જેથી બાઈક ચાલકે ઉશ્કેરાઈને તે મને કેમ ઉભો રાખ્યો, તું મને ઓળખતો નથી. બોલાવ તારા સાહેબને એમ કહી ગાળાગાળી કરી મોબાઇલમાં ટીઆરબી જવાનના ફોટા પાડી વિડીયો ઉતારવાનું શરૂ કર્યુ હતું. ઘનશ્યામે અટકાવવા પ્રયાસ કરતા ગાળાગાળી કરી હતી. ઇન્ચાર્જ પીઆઇએ દોડી આવી બાઇક ચાલકને સમજાવવા પ્રયાસ કરતા બાઈક ચાલકના મિત્રએ પીઆઇ સાથે ગમેતેમ જીભાજોડી કરી હતી. અંતે પુણા પોલીસમાં તેમની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી હતી.

લવજીભાઈએ બપોરે કેમ ગાળો આપતો હતો કહીને બોલાચાલી કરી
સુરત : પૂણાગામ ખાતે રહેતા જમીન દલાલ તથા તેની દિકરી અને દિકરાને સોસાયટીમાં જ રહેતા ચાર જણાએ જાતિવિષયક ગાળો આપી માર માર્યો હતો. જમીન દલાલ ઇશ્વરભાઈએ ચારેયની સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. પૂણા ગામ ભૈયાનગર સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય ઇશ્વરભાઈ જમીન દલાલીનું કામ કરે છે. તેમના દ્વારા પૂણા ગામ ભૈયાનગર સિધ્ધેશ્વર સોસાયટીમાં રહેતા મનોજભાઇ છગનભાઇ જેઠવા, દિનેશભાઇ છગનભાઇ જેઠવા, રમેશભાઇ છગનભાઇ જેઠવા અને લવજીભાઇ જેઠવાની સામે પૂણા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 30 સપ્ટેમ્બરે રાત્રે ઇશ્વરભાઈ પાસે આવીને લવજીભાઈએ બપોરે કેમ ગાળો આપતો હતો કહીને બોલાચાલી કરી હતી.

પૂણા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી
ઇશ્વરભાઈનો પુત્ર ઝઘડો નહી કરો તેમ કહેતા તેને ગંદી ગાળો આપી હતી. બાદમાં ચારેય આરોપીઓએ ઇશ્વરભાઈ સાથે બોલાચાલી કરી હતી. જેમાં ચારેયએ ગાળો આપી ઢીકા મુક્કાનો માર મારી મનોજભાઇ જેઠવાએ જાતિ વિષયક ગાળો આપી હતી. ઇશ્વરભાઈ તથા તેમની દિકરી અને દિકરાને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો. ઇશ્વરભાઈને હાથની આંગળીએ તથા હાથમાં ફેક્ચર કર્યું હતું. તથા તેમની દિકરીને માથાના ભાગે લોખંડની પાઇપ મારી ઇજા કરી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top