National

ટાટા ગ્રુપ પછી AIR INDIA એ પણ વળતરની જાહેરાત કરી, વિમાન દુર્ઘટનાના પીડિતોને 25 લાખ રૂપિયા મળશે

12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા જેમાંથી 241 લોકોના મોત થયા હતા. આ વિમાન એક હોસ્પિટલના હોસ્ટેલ પર પડ્યું હતું, જેના કારણે ત્યાં રહેતા ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. હાલમાં આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. ત્યારે Air India એ મૃતકોના પરિવારો અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે.

Air India એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વળતરની જાહેરાત કરી છે. Air India એ તેની પોસ્ટમાં કહ્યું, “Air India તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એકતામાં ઉભું છે. આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં અમારી ટીમો સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.”

25 લાખ રૂપિયાની રાહત રકમ
પોસ્ટમાં વધુમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે એર ઇન્ડિયા તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકો અને બચી ગયેલા લોકોના પરિવારોને ₹ 25 લાખ અથવા આશરે 21,000 GBP ની વચગાળાની ચુકવણી કરશે. આ ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ ₹ 1 કરોડ અથવા આશરે 85,000 GBP ની સહાય ઉપરાંત છે.” એર ઇન્ડિયાએ કહ્યું કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી અમે બધા દુઃખી છીએ.

Most Popular

To Top