Gujarat

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસે આજે કોંગ્રેસનો ખેસ પહેર્યો

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ સાથે જ ચૂંટણી પહેલા કેટાલાક નેતાઓ પોત પોતાની પાર્ટીથી નારજ થઈ પક્ષપલટો કરતા જોવા મળે છે. ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી અને ભાજપના (BJP) વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે (Jayanarayan Vyas) ચૂંટણી પહેલા ભાજપનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે જયનારાયણ વ્યાસે કોંગ્રેસના (Congress) ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની (Mallikarjun Khadge) ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે.

ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે 4 નવેમ્બરે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી 20 દિવસ બાદ જ જયનારાયણ વ્યાસ ભાજપ સામે મેદાનમાં ઉતર્યા છે. તેમણે સિધ્ધપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. આ પહેલા જયનારાયણની અશોક ગેહલોત સાથેની મુલાકાત ચર્ચામાં આવી હતી.

ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.તેમને ખેસ પહેરાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ભાજપમાં 32 વર્ષ સુધી કામ કર્યા બાદ જયનારાયણ વ્યાસે 4 નવેમ્બરેના રોજ ભાજપને રામ રામ કર્યા હતા. એક તરફ કોંગ્રેસ, ભાજપ અને આપ પોતાની ઉમેદવારોની યાદીમાં વ્યસ્ત હતા. ત્યારે કોને ટિકીટ મળશે અને કોનું પત્તુ કપાશે તેની પર સૌ કોઈની નજર હતી. બીજી તરફ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદ જાહેર કરી તેના થોડા સમય બાદ જ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર આગની જેમ પ્રસર્યા હતા.

તમને જણાવી દઈએ કે જયનારાયણ વ્યાસ રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલા જ અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ત્યારે જયનારાયણ વ્યાસે ગેહલોત સાથેની મુલાકાત માત્ર એટલું જણાવ્યું કે નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.

Most Popular

To Top