Business

રતન ટાટા બાદ કોણ ચલાવે છે ટાટાની 100થી વધુ કંપનીઓ, આવી રીતે લેવામાં આવે છે નિર્ણયો

નવી દિલ્હી: ટાટા ગ્રુપનો (Tata Group) બિઝનેસ (Business) દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. પછી એ ગૃહણીના રસોડમાં વપરવામાં આવાતું મીઠું-મસાલા હોય કે પાણી-ચા-કોફી હોય કે પછી ઘડિયાળ-ઝવેરાત હોય કે લક્ઝરી કાર હોય, બસ, ટ્રક અને વિમાનની મુસાફરી હોય, ટાટા ગ્રુપનો બિઝનેસ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે. દેશમાં આ 157 વર્ષ જૂના ગ્રુપની 17 કંપનીઓ શેરબજારમાં (Stock Market) લિસ્ટેડ છે.

ટ્રેડિંગ ફર્મથી શરૂ કર્યો હતો બિઝનેસ
આઝાદીના પહેલા, વર્ષ 1868માં ટ્રેડિંગ ફર્મથી શરૂ થયેલું ટાટા ગ્રુપ આજે દેશના કુલ જીડીપીના લગભગ બે ટકા ભાગીદાર છે. FY22માં ટાટા ગ્રૂપનું કુલ માર્કેટ કેપ આશરે $240 બિલિયન અથવા લગભગ રૂ. 21 ટ્રિલિયન છે. આવકની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2022માં તે લગભગ $128 બિલિયન છે. જમશેદજી ટાટા દ્વારા બનાવવામાં આવેલા આ વિશાળ બિઝનેસ સામ્રાજ્યમાં લગભગ 9,35,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

લાંબા સમયથી રતન ટાટાના હાથમાં હતી કમાન્ડ
1991માં ટાટા ગ્રુપનો હવાલો સંભાળ્યા બાદ, રતન ટાટાએ લાંબા સમય સુધી પોતાની ક્ષમતાના આધારે બિઝનેસમાં નોંધપાત્ર વધારો કર્યો. ટાટા સન્સના ચેરમેન રહીને રતન ટાટાએ દરેક કંપનીને નફાકારક કંપની બનાવવાનું કામ કર્યું હતું. જો કે તેમણે 2012માં જ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને આ કમાન સાયરસ મિસ્ત્રીના હાથમાં આવી ગઈ હતી, પરંતુ વિવિધ મુદ્દાઓને કારણે બોર્ડે 2016માં મિસ્ત્રીને પદ પરથી હટાવવાનું મન બનાવ્યું હતું. અને તેમના ગયા પછી, રતન ટાટાએ ફરીથી ગ્રુપની જવાબદારી પોતાના હાથમાં સંભાળી હતી.

ટાટા સન્સ ગ્રુપના ચીફ પ્રમોટર
રતન ટાટાએ જાન્યુઆરી 2017માં નિવૃત્તિ લીધી અને જ્યારે નટરાજન ચંદ્રશેખરન ટાટા ગ્રુપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. ટાટા ગ્રૂપ અને તેની કંપનીઓની દેખરેખ વિશે વાત કરીએ તો, ટાટા સન્સ આ ગ્રુપના મુખ્ય પ્રમોટર અને મુખ્ય રોકાણકાર છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો 66 ટકા હિસ્સો છે, જે શિક્ષણ, આરોગ્ય, કલા, સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. રતન ટાટાએ રાજીનામું આપ્યા બાદ ચેરમેન તરીકે એન.ચંદ્રશેખરન જ ગ્રુપ કંપનીઓના કામકાજની દેખરેખ રાખી રહ્યા છે.

આ રીતે ગ્રુપ કંપનીઓને હેન્ડલ કરવામાં આવે છે
જ્યારે ટાટા ગ્રૂપની કંપનીઓની બાબતોનું સંચાલન કરવાની વાત આવે છે, ત્યારે ગ્રૂપની કંપની અથવા એન્ટરપ્રાઇઝ તેના પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. ઉંમરના આ તબક્કામાં આવ્યા બાદ તેમણે વ્યવસાયમાં સક્રિયપણે ભાગ લેવાનું ટાળ્યું છે. પરંતુ ટાટા ટ્રસ્ટના ચેરમેન પદની જવાબદારી હજુ પણ રતન ટાટા પાસે જ છે. આ સાથે જ ટ્રસ્ટમાં વિજય સિંહ અને મેહલી મિસ્ત્રી સહિત અન્ય ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં ટાટા ગ્રુપમાં નવી પેઢીએ પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં, ટાટા ગ્રુપની પેટાકંપની ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડમાં રતન ટાટાના ભાઈ નોએલ ટાટાના ત્રણ સંતાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લેહ ટાટા, માયા ટાટા અને નેવિલ ટાટાના નામ સામેલ છે.

પ્રથમ લક્ઝરી હોટેલ – પ્રથમ એરલાઇન્સ આપવામાં આવી
લિસ્ટેડ કંપનીઓ સિવાય, ટાટા ગ્રૂપ લગભગ 10 સેક્ટરમાં 60 અનલિસ્ટેડ કંપનીઓ સહિત 100 સબસિડિયરી ફર્મ્સનું સંચાલન કરે છે અથવા તેમની સાથે સહયોગ કરે છે. ટાટાનું સામ્રાજ્ય કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટાટા ગ્રુપ 6 મહાદ્રીપોની સાથે 100થી વધુ દેશોમાં સક્રિય છે. ટાટા ગ્રૂપ દ્વારા દેશને પ્રથમ લક્ઝરી હોટેલ, પ્રથમ એરલાઇન્સ અથવા પ્રથમ સ્થાનિક ગ્રાહક માલ કંપની આપવામાં આવી છે.

ગ્રૂપની આ કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે
ટાટા ગ્રૂપની 17 કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે તેમાં સૌથી મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) છે, જે બજાર મૂલ્યની દ્રષ્ટિએ રિલાયન્સ પછી દેશની બીજી સૌથી મોટી કંપની છે. આ પછી ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની લિમિટેડ, ટાટા કેમિકલ, ટાટા પાવર, ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન, વોલ્ટાસ, ટ્રેન્ટ લિમિટેડ, ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મેટલિક્સ, ટાટા. એલ્ક્સી લિ., નેલ્કો લિ. અને ટાટા કોફી લિ.

ટાટાની મુખ્ય કંપનીઓના કામ અને ઉત્પાદનો

કંજ્યુમર એન્ડ રીટેલ
ટાટા જૂથની કંપનીઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને ચા-પાણી સુધીનું વેચાણ કરે છે. ટાટા કેમિકલ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, વોલ્ટાસ, ટાઇટન, ઇન્ફિનિટી રિટેલની ક્રોમા બ્રાન્ડ, ટ્રેન્ટ લિમિટેડ આ ક્ષેત્રમાં સક્રિય છે. ટાટા ટી, ટાટા સોલ્ટ, ટાટા સંપન્ના બ્રાન્ડ મસ્લે, ટાઇટન વોચ, તનિષ્ક જ્વેલરી, સ્ટારબક્સ કોફી સહિતની તમામ વસ્તુઓ આ હેઠળ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભલે તમે રણમાં અથવા આકાશમાં મુસાફરી કરી રહ્યા હોવ, ટાટા તરફથી કંઈક તમારા માટે ચોક્કસ કામ આવશે.

આઇટી સેક્ટરમાં દિગ્ગજ
ટાટા ગ્રૂપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) IT સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની છે. ટાટા ગ્રુપમાં કામ કરતા લાખો લોકોમાંથી સૌથી મોટો હિસ્સો આ કંપનીનો છે અને તેની કામગીરી સમગ્ર વિશ્વમાં છે. આ ઉપરાંત, Tata Elxsi ડિઝાઇન અને ટેકનોલોજી સેવાઓમાં વિશ્વની અગ્રણી સેવા પ્રદાતા છે.

ઓટોમોટિવ સેક્ટર
ટાટા મોટર્સનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. એકવાર રતન ટાટાએ આ કંપનીના મોટર ડિવિઝનને વેચવાનું મન બનાવી લીધું હતું, પરંતુ ફોર્ડ મોટર્સ તરફથી અપમાન પછી, તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ટાટા મોટર્સને એવા સ્થાને લઈ ગયા કે અન્ય ઓટોમોટિવ કંપનીઓ તેની આગળ નાની દેખાવા લાગી. સસ્તી નેનો કારથી લઈને જગુઆર અને લેન્ડ રોવર સુધી, ટાટા ગ્રુપ આ કંપની હેઠળ આવે છે. તાજેતરમાં, ટાટા મોટર્સે પણ ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં જોરદાર એન્ટ્રી કરી છે. ભારતમાં ટાટાની કારની વાત કરીએ તો, Tata Nexon, Tata Nexon EV, Tiago EV, Tata Safari, Altroz ​​સામેલ છે.

ટાટા સ્ટીલ
સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટીલ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે. ભારતમાં, ટાટા સ્ટીલ ઓટોમોટિવ સ્ટીલ, એગ્રીકલ્ચર સ્ટીલ, કન્સ્ટ્રક્શન સ્ટીલ, હેન્ડ ટૂલ્સ, સ્ટીલ પાઇપ્સ, રો મટિરિયલ્સ, ફેરો એલોય, બેરીંગ્સ, પ્રિસિઝન ટ્યુબ્સનું ઉત્પાદન કરે છે. જ્યારે, ટાટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં મોટું નામ છે. ટાટા પાવર, ટાટા પ્રોજેક્ટ્સ, ટાટા હાઉસિંગ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, ટાટા રિયલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આ ક્ષેત્રોમાં કામ કરે છે.

ટૂરિઝમ એન્ડ ટ્રાવેલ્સ
ટાટા ગ્રૂપ વર્ષ 1903માં તાજમહેલ હોટેલની શરૂઆતથી ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને ટૂરિઝમ ઉદ્યોગમાં છે. ટાટા ગ્રુપ આ સેક્ટરમાં ઈન્ડિયન હોટેલ્સ કંપની દ્વારા કાર્યરત છે. આ સિવાય એર ઈન્ડિયા પણ ટાટા ગ્રુપના હેઠળ આવી છે, આ એરલાઈન્સ કંપની ટાટા એરલાઈન્સના નામથી શરૂ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાનું 1956માં રાષ્ટ્રીયકરણ થયું અને તે સરકાર પાસે ગઈ.

આ ક્ષેત્રોમાં પણ ટાટાએ કર્યું છે રોકાણ
ટાટા ગ્રૂપ, ટેલિકોમ અને મીડિયાના ક્ષેત્રમાં પણ જોડાયેલા છે. Tata Communications, Tata Sky અને Tata Teleservices દ્વારા સંચાલિત છે. ટ્રેડિંગ અને રોકાણોની વાત કરીએ તો, ટાટા ઇન્ટરનેશનલ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ અને NBFC 0ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન આ સેગમેન્ટમાં સક્રિય છે. વીમા ક્ષેત્રમાં, ટાટા AIA અને AIG સાથે સંયુક્ત સાહસમાં છે, જેમના નામ Tata AIA Life અને Tata AIG છે. આ ઉપરાંત ટાટા ગ્રુપ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

Most Popular

To Top