Vadodara

વિજિલન્સના એક કર્મચારીને વિદ્યાર્થીઓએ ધક્કે ચઢાવ્યા

વડોદરા: વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ.એસ યુનિવર્સિટી સરસ્વતી ધામ કે પછી વિવાદોનો અખાડો ? ખાસ કરીને યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ આર્ટસ શિક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં એરણે ચડી છેમવિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાનો પ્રશ્ન હોય કે બીજો કોઈ અન્ય પ્રશ્ન હોય અને સૌથી વધુ મારામારીના બનાવો પણ આર્ટસ ફેકલ્ટીમાં જ બનતા હોય છે.આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી ઝઝૂમતા જોવા મળ્યા છે.દરમિયાન ફેકલ્ટીના જર્મન અને ફ્રેન્ચ વિભાગને તાળાબંધી કરી હતી.

જર્મન ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી છ વિષયમાં માત્ર એક જ શિક્ષક છે.ત્યારે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે છ વિષયના છ અલગ અલગ શિક્ષક હોવા જોઈએ.આ પ્રશ્નની રજૂઆત કરી કંટાળેલા વિદ્યાર્થીઓએ છ વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષિકા જ્યોત્સનાબેન ફણસેને ડિપાર્ટમેન્ટમાં પ્રવેશવા દીધા ન હતા અને તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો આ વખતે પ્રોફેસર જ્યોત્સના ફણશે પર આક્ષેપ કર્યા હતા કે તેમના નિકટ રહેતા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે.જેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા.ત્યારે વિદ્યાર્થીઓએ ફેકલ્ટીના ડીન આધ્યા સકસેનાનો પણ ઘેરાવો કર્યો હતો અને તેઓને પણ ફેકલ્ટીમાં પ્રવેશતા અટકાવ્યા હતા.મામલો વધુ ઉગ્ર બનતા ફેકલ્ટી ડીને વિજિલન્સને બોલાવતા વિદ્યાર્થીઓ અને વિજિલન્સની ટીમ વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી.આ ઘર્ષણમાં વિજિલન્સની ટીમના એક કર્મચારી ધડાકાભેર નીચે ફટકાયા પણ હતા.જોકે સમગ્ર મામલામાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવી હોવાનું યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને તાનાશાહી
અમે આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી છીએ જર્મન ડિપાર્ટમેન્ટમાં પાછલા દિવસોમાં ઈન્ટર્નલ પરીક્ષા યોજાય હતી.જેમાં જે વિદ્યાર્થીઓ પ્રોફેસરની આસપાસ રહેતા હોય છે તેમજ પ્રોફેસર જે વિદ્યાર્થીને પસંદ કરતા હોય તેવો અભ્યાસ કરે છે કે નથી કરતા તે કોઈ જોતું નથી એ તમામ વિદ્યાર્થીઓના સારા માર્ક અને જે વિદ્યાર્થીઓ રાત દિવસ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને આ પ્રોફેસર ટાર્ગેટ કરીને માર્ક કાપી નાખવામાં આવે છે.છેલ્લા એક વર્ષ ઉપરાંતથી અમારા ડિપાર્ટમેન્ટમાં માત્ર એક જ શિક્ષક છે. ડીન અને રજીસ્ટ્રાર એ ઘણા પ્રયાસો કર્યા પરંતુ કોઈ શિક્ષક આવ્યા નથી.આ મામલે જે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો હતો તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તાનાશાહી ચલાવવામાં આવી રહી છે. -સત્યેમ, વિદ્યાર્થી ,જર્મન ડીપાર્ટમેન્ટ

વિજીલન્સ માટે મારામારી કરવી ગેરવ્યાજબી છે
અમારા જર્મન ડિપાર્ટમેન્ટમાં પરીક્ષા નિર્ધારીત હતી. 8:00 વાગે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પરીક્ષા માટે આવ્યા. જે વિદ્યાર્થીઓ ને 10 માંથી ઓછા માર્ક્સ મેળવ્યા છે તેઓનું રિપ્રેઝન્ટેશન હતું જેનું વિડિયો રેકોર્ડિંગ મારી પાસે સુરક્ષિત છે એમણે જે રોક્યા છે તે મામલે યુનિવર્સિટીના રજીસ્ટર ને જાણ કરી વિઝિલિયન્સ બોલાવી વિદ્યાર્થીઓને ખૂબ જ અનુરોધ કર્યો હતો પરંતુ એમણે જે કર્યું તે વિદ્યાર્થીઓ તરફથી આ પ્રકારનું વિજિલિયન સાથેનું ખોટું વર્તન કર્યું છે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને બીજી જે પરીક્ષા થવાની હતી તે મારા નિદર્શનમાં શરૂ થઈ અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે તે પૂર્ણ પણ થઈ હતી વિજિલિયન સુપર જે હાથ ઉઠાવવામાં આવ્યો તે સારી બાબત નથી તેમની સામે આગળની કાર્યવાહી રજીસ્ટ્રાર કરશે.નવા શિક્ષકની ભરતી માટે અમે ત્રણ વખત ઇન્ટરવ્યુનો પ્રયાસ કર્યો.પણ ત્રણેય વખત અમારી પાસે કોઈ એપ્લિકેશન નથી આવી એટલા માટે અમે ફેકલ્ટી ઉપર ડીપેન્ડ કરીએ છીએ. -આધ્ય સક્સેના, ડીન આર્ટ્સ ફેકલ્ટી

Most Popular

To Top