Vadodara

પાણીગેટ ભદ્ર કચેરી વિસ્તારનો રોડ પહોળો કરાશે : ટ્રાફિકનો હલ કરવાનો પ્રયાસો

વડોદરા: વડોદરા શહેરમાં આવેલ અતિસંવેદનશીલ એવા ભદ્ર કચેરી વિસ્તારનો રોડ પહોળો કરાશે જેને લઇને આજ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતુ. આ સાથે દબાણશાખાના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. હાલ લોકોને ચેતવણી આપવામાં આવી છે અને જે દબાણો હોય તે તત્વરીત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રોડ અત્યંત સાકડો છે. મોડી રાત સુધી અહીંયા ચિકન, મટન ની લારીઓ ધમધતી જોવા મળે છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ ભદ્ર કચેરી ખાતેની ઓફીસની બહારમાં પરિસરમાં આવેલ દિવાલ પણ તોડવાની તૈયારીઓ કરવામાં આવી હતી.અહીં 15 મિટરનો રોડ મોટો કરવાનો છે.ક્રાઇમ બ્રાન્ચની પાછળ મહાકાળી માતાનું મંદિર આવેલુ છે ત્યાં અંદર જતો રસ્તો પણ પહોળો કરવા માટેની તંત્રની તૈયારી છે.

આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે હાલ આ મામલે ચકાસણી ચાલી રહી છે અને શક્યતા વિચારી રહ્યા છીએ. જે રીતે ક્રાઇમ બ્રાન્ચ અને જૂની ઘડીથી માંડે ભદ્ર કચેરીથી પાણીગેટ તરફ જતો આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધારે છે. અને ક્રાઇમ બ્રાન્ચનો પણ એક પત્ર આવ્યો છે આ રોડ પહોળો કરવામાં અમને કોઇ વાંધો નથી.આ જગ્યામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશન સંયુક્ત રીતે આ રોડ 15 ફુટ પહોળો કરવાનુ વિચારી રહ્યા છીએ.આવનાર સમયમાં આ વિસ્તારમાં કંઇક નવીન કામ થાય તે અંગે વિચારી રહ્યા છીએ.

વધુમાં જણાવ્યુ હતુ કે આજુબાજુમાં જે પણ ધાર્મિક સ્થાન આવેલા છે ત્યાં જવા-આવવામાં અચરણ ન બને તે માટે કોર્પોરેશનની રોડ લાઇન પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કેયૂર રોકડિયા મેયર હતા ત્યારે શહેરમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફરી એક વખત પાલિકાના અધિકારીઓ અને દબાણશાખાની ટીમ કાર્યરત થઇ છે અને શહેરમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં કામગીરી કરી રહી છે.

Most Popular

To Top